વરસાદથી સમગ્ર દેશ બેહાલ થતાં 16 રાજ્યો હાઇ એલર્ટ, 7 રાજ્યોમાં 777નાં મોત

આ વર્ષે ચોમાસું પોતાની સાથે તબાહીનો માહોલ લઇને આવ્યું છે. પહેલા મુંબઇ અને ગુજરાત પૂરગ્રસ્ત થયું હતું. હવે કેરલ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, અસમ, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશ સહિત દેશનાં 16 રાજ્યોમાં ભારે વરસાદને લઇ એલર્ટ આપવામાં આવેલ છે.

વરસાદને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઇ ગયેલ છે. ત્યાં બીજી બાજુ માલસામાનને પણ વધારે નુકસાન થયેલ છે. ગૃહ મંત્રાલયનાં રિપોર્ટને અનુસાર પૂર અને ભારે વરસાદને કારણોસર અત્યાર સુધી 774 લોકોનાં મોત થઇ ગયાં છે. પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદને કારણે ત્યાંની સ્થિતિ પણ બગડી રહી છે.

ગૃહ મંત્રાલયનાં નેશનલ ઇમરજન્સી રિસ્પાંસ સેન્ટર (એનઇઆરસી)નાં અનુસાર પૂર અને વરસાદને કારણ કેરલમાં 187, ઉત્તર પ્રદેશમાં 171, પશ્ચિમ બંગાળમાં 170 અને મહારાષ્ટ્રમાં 139 લોકોનાં મોત નિપજ્યાં છે.

આંકડાઓમાં એવું કહેવામાં આવેલ છે કે ગુજરાતમાં 52, અસમમાં 45 અને નાગાલેન્ડમાં 8 લોકોનાં મોત થયાં છે. કેરલમાં 22 અને પશ્ચિમ બંગાળમાં 5 લોકો લાપતા છે. રાજ્યોમાં વરસાદ સાથે જોડાયેલ દુર્ઘટનાઓમાં 245 લોકો ઘાયલ છે.

વરસાદ અને પૂરની અસરથી મહારાષ્ટ્રનાં 26, અસમનાં 23, પશ્ચિમ બંગાલનાં 22, કેરલનાં 14,ઉત્તર પ્રદેશનાં 12, નાગાલેન્ડનાં 11 અને ગુજરાતનાં 10 જિલ્લાઓ સૌથી વધારે પ્રભાવિત થયાં છે. અસમમાં NDRFની 15, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આઠ-આઠ, ગુજરાતમાં સાત, કેરલમાં 4, મહારાષ્ટ્રમાં 4 અને નાગાલેન્ડમાં એક ટીમને તૈનાત કરવામાં આવેલ છે.

એવામાં રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારનાં રોજ વાતાવરણ પણ વધારે ખુશનુમા રહ્યું હતું. શહેરમાં દિવસનું તાપમાન 32.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું કે જે સામાન્ય તાપમાનથી 2 ડિગ્રી ઓછું કહેવાય.

હિમાચલમાં ભારે વરસાદને કારણે ત્રણ લોકોનાં મોત થઇ ગયાં છે. કાલકા-શિમલા હાઇ-વે પર ચક્કી મોડ અને તમ્બુ મોડ પાસે ભુસ્ખલન થવાંને કારણ હાઇ-વે બંધ થઇ ગયેલ છે. હમીરપુર જિલ્લાનાં દરેક સરકારી અને નજીકની સ્કૂલોને બંધ કરવાનાં આદેશ આપવામાં આવેલ છે.

ઉપાયુક્ત હમીરપુર રિચા વર્માએ ખરાબ વાતાવરણને ધ્યાને રાખીને સ્કૂલ બંધ રાખવાનાં આદેશ આપી દીધાં છે. આ સાથે જ કાંગડા, શિમલા, કુલ્લુ અને મંડી જિલ્લામાં પણ સ્કૂલ બંધ કરવાનાં આદેશ આપી દેવામાં આવેલ છે. શિમલાનાં મેહલી શોગી રોડ પર લેન્જસ્લાઇડમાં 4 ગાડીઓ દબાઇ ગઇ છે.

You might also like