ત્રણ દિવસ સુધી 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટઃ કુલ્લુમાં આભ ફાટયું

નવી દિલ્હી: હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી રર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. બીજી બાજુ કેરળમાં ભારે વરસાદ અને પૂૂરના કારણે સ્થિતિ વધુ કફોડી બની છે. કેરળમાં બે દિવસમાં ૧૦,૦૦૦થી વધુુ લીકોને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યા છે અને કેટલાય વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરાયું છે.

આગામી ર૪ કલાકમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આર્મી અને નેવીની ટીમો મદદ માટે પહોંચી ગઇ છે. રાજ્યના ર૪ બંધના ગેટ ખોલી નાખવામાં આવતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યા હતા. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ર૬ લોકોના મોત થયા છે..

મુખ્યપ્રધાન પી. વિજયને રાજયમાં સ્થિતિ વધુ ભયજનક હોવાનંુ જણાવ્યું છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરુવારે મોડી રાત્રે આભ ફાટવાથી ત્રણ ગામોને ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં ૬ દિવસ માટે ભારે વરસાદનું એલાન કરાયું છે.

જે રર રાજ્યોમાં એલર્ટ જારી કરાયું છે તેમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ, બિહાર, પ.બંગાળ, સિક્કીમ, મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કર્ણાટક, તામિલનાડુ, આંદામાન નિકાોબાર અને કેરળનો સમાવેશ થાય છે.

કુલ્લુમાં બંજારની તિર્થન ખીણમાં મોડી રાત્રે દોઢ વાગ્યે આભ ફાટવાથી નાગની પંચાયતના સાઇરોપા અને ગહીધાર તેમજ દાડી ગામમાં ભારે નુકસાન પહોંચ્યું છે. બે મકાનો અને ગૌશાળા ધસમસતા પાણીમાં તણાઇ ગઇ હતી. ત્રણ મકાનોને આંશિક નુકસાન પહોંચ્યું હતું.

You might also like