ઉત્તર અને પુર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી : બદ્રીનાથ યાત્રા અટકાવાઇ

નવી દિલ્હી : ઉત્તર ભારતમાં ચોમાસું સક્રિય થતા જ હવામાન વિભાગે ઉતરાખંડ, ઉતર પ્રદેશ અને બિહારનાં કેટલાક સ્થળો પર વરસાદ થવાનો અંદેશો વ્યક્ત કર્યો છે. જેને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની સંભાવનાં એટલા માટે બની છે કારણ કે મોનસુનનું અક્ષ મધ્ય ભારતથી ખસીને ઉતરભારતમાં આવી ચુક્યું છે. તે પણ સતત ખસી રહ્યું છે.

હવામાન વિભાગનાં પુર્વાનુમાન અનુસાર 16 જુલાઇએ પશ્ચિમ બંગાળનાં ઉપ હિમાલયી વિસ્તારો જેવા કે સિક્કીમ, અસમ અને મેઘાલયમાં કેટલાક સ્થળો પર ભારે વરસદા થવાનો અંદેશો છે. આ દિવસે ઉતરાખંડ, ઉતરપ્રદેશ અને બિહારનાં કેટલાક સ્થળોમાં મુશળધાર વરસાદ થઇ ઇશકે છે. 17 જુલાઇએ ઉતરાખંડ, પશ્ચિમી ઉતર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં કેટલાક સ્થળો પર વરસાદ થવાની સંભાવના છે. આ દિવસે હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, બિહાર, અસમ અને મેઘાલયમાં કેટલાક સ્થળો પર ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.

18 જુલાઇએ પશ્ચિમ બંગાળનાં ઉપહિમાલયી વિસ્તારોમાં જેવા કે સિક્કીમ, ઉતરાખંડ, પશ્ચિમી ઉતર પ્રદેશ, દિલ્હી, એનસીઆર, બિહાર અસમ અને મેઘાલયનાં કેટલાક સ્થળો પર ભારે વરસાદની સંભાવનાઓ છે. હવામાન વિભાગે સુપર કોમ્ટ્યુટર પરમનો ઉપયોગ કરીને 14 જુલાઇથી 20 જુલાઇ સુધી વરસાદ માટેનું પુર્વાનુમાન લગાવ્યું છે. તેમનાં અનુસાર સામાન્ય વરસાદ કરતા ડોઢથી બે ગણો વરસાદ રેકોર્ડ થશે.

You might also like