ગરમીનો કાળોકેર : અમદાવાદમાં એક તો દેશમાં 140નાં મોત

અમદાવાદ : છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ગરમીનો પારો ઉંચો ચડી ગયો છે. જો કે વ્યસ્ત જનજીવનનાં કારણે શહેર બપોરે પણ ધમધમતું રહે છે. જો કે તેની વિપરિત અસર જોવા મળી રહી છે. આજે હિટસ્ટ્રોકનાં કારણે 3 લોકોનાં મોત નિપજ્યા હાત. જેમાં એક 23 વર્ષીય યુવકનું હીટ સ્ટ્રોકનાં કારણે જીવ ગુમાવ્યો છે. નારોલનો રહેવાસી સુરજપાલ કથોરિયા ગઇકાલથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. જો કે આજે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગરમીનાં કારણે મોતની આ પહેલી ઘટનાં છે. હાલ સમગ્ર દેશમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે સેંકડો મોત દેશમાં ગરમીનાં કારણે થઇ ચુક્યા છે. 300નાં કારણે હિટસ્ટ્રોકનાં કારણે લોકો જીવ ગુમાવી ચુક્યા છે. માત્ર તેલંગાણામાં જ 137 લોકોનાં મોત નિપજ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં જ સુરજદેવનો પ્રકોપ ઉતર્યો છે. ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં 40થી ઉપર પારો પહોંચી ચુક્યો છે.

જો કે આ વર્ષે ગરમીમાં અચાનક આઠલો વધારો થવા પાછળનું કારણ ઉત્તર પશ્ચિમી સુકા પવનોને માનવામાં આવે છે. રવિવારનાં દિવસે પારો 43.3 ડિગ્રીએ પહોંચ્યો હતો. જો કે હવામાન વિભાગ દ્વારા હજી પણ આ ગરમીમાં વધારો થવાનો અથવા તો પછી ગરમી આટલી જ યથાવત્ત થવાની આગાહી કરી છે. જેથી હાલ તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે. સરકારે હિટસ્ટ્રોક અને લૂથી બચવા શક્ય હોય તો બપોરની મુસાફરી ટાળવા અથવા તો પછી યોગ્ય તૈયારી કરીને જ બહાર નિકળવા માટે નાગરિકોને અપીલ કરવાની સાથે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

You might also like