જાણો, ડુંગળીની ચાના છે અનેક સ્વાસ્થ્યલક્ષી ફાયદા

ડુંગળી સ્વાસ્થ્ય લક્ષી છે તે તો સૌ કોઇ જાણે જ છે. તેના નિયમિત સેવનના ફાયદા પણ અનેક છે. પણ શું તમે ક્યારે પણ ડુંગળીની ચા પીધી છે ખરી. જો ન પીધી હોય તો ચોક્કસથી ટ્રાય કરો આ ચા, કારણકે આ ચા છે રામબાણ અને તે અનેક રોગોને માત આપે છે.

ડુંગળીની ચા અંગે લોકોને વધારે ખબર નહીં હોય. પરંતુ ડુંગળીની ચા વજન ઘટાડે છે સાથે જ ડાયાબિટીઝ પણ દૂર કરે છે. ડુંગળીની ચા ડુંગળીના ફોતરામાંથી બને છે. તેમાં ક્વેરસેટિન નામનું પિગ્મેન્ટ હોય છે. જેના અનેક ફાયદા છે. તે લોહિનું ગંઠન પણ રોકે છે. સાથે જ હાઇપરટેન્શનથી મુક્ત કરે છે. આ સિવાય જો ઉંઘ ન આવતી હોય તો તેમાં પણ ડુંગળીની ચા અસરકારક છે. તેનું દિવસમાં એક વખત ચોક્કસથી સેવન કરવું જોઇએ. ડુંગળીના ફોતરા ગ્લુકોઝ રેસપોન્સને વધારે છે, સાથે જ ઇન્સ્યુલિન વધારીને ટાઇપ-2 ડાયાબિટિસમાં પણ રાહત આપે છે.

ડુંગળીની ચા બનાવવા માટે પહેલાં એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં ડુંગળીના ફોતરા  ઉકાળો. ઉકાળેલા પાણીમાં લીંબુનો રસ અને ગ્રીન ટી બેગ એડ કરો. પાણી બરોબર મિક્સ થઇ જાય પછી તેમાં મધ મિક્સ કરીને પીવો. યાદ રાખવું કે જે મહિલાઓ પ્રેગ્નેન્ટ છે તેમણે અને જે માતા સ્તનપાન કરાવી રહી છે. તેઓએ આ ચા ન પીવી જોઇએ.

You might also like