રાજ્યમાં ગરમીના પારો ઉંચકાયો, અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું

રાજ્યમાં ગરમીના પારામાં વધારો થઈ રહ્યો છે. માર્ચ મહિનો પૂરો પણ થયો નથી ત્યાં તો ગરમીએ પોતાનું રૂપ બચાવવાનું શરૂ કરી દીધું છે. એવામાં હવે હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે.

રાજ્યમાં ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. ત્યારે શહેરોના તાપમાનની વાત કરીએ તો સુરતમાં 41 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી, રાજકોટમાં 39 ડિગ્રી, જામનગર 37 ડિગ્રી, ભાવનગર 39 ડિગ્રી, જૂનાગઢ 41 ડિગ્રી, ભૂજમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અમદાવાદ શહેરમાં પણ તાપમાન 40 ડિગ્રીએ નોંધાયું હતું. શહેરમાં લોકો ગરમીથી બચવા માટે ઠંડાપીણાનો સહારો લઈ રહ્યા છે.

You might also like