અમદાવાદમાં 49 ડિગ્રીએ પહોંચ્યો પારો : ગુજરાત બન્યું અગનભઠ્ઠી

અમદાવાદ : આખા ગુજરાત પર જાણે સુર્યદેવની ભરપુર કૃપા વરસી રહી છે. તેમાં પણ અમદાવાદનું તો ખાસ સ્થાન હોય તેવું લાગી રહ્યું છે. આખુ ગુજરાત હાલ રાજકીય રીતે અને વાતાવરણની દ્રષ્ટિએ સળગી રહ્યું છે. અમદાવાદમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. સવારે 10.30 વાગ્યે તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. જો કે 3.30 વાગ્યા સુધીમાં 49 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. અમદાવાદ ખાતે 3.30 વાગ્યે 49 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આખા ગુજરાતની ઉકળતી પરિસ્થિતી જોતા સરકાર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને બપોરનાં સમયે બહાર નલી નિકળવા માટેની અપીલ કરી છે. જો ઇમરજન્સી પરિસ્થિતીમાં નિકળવું પડે તો સતત પાણીનું સેવન કરતા રહેવું અને થોડા થોડા સમયે છાંયડામાં આરામ કરતા કરતા જવાની અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા અગાઉ પણ એળર્ટ જાહેર કરવામાં આવી ચુક્યું છે. અને લોકોને તકેદારી રાખવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા અગાઉ જણાવાયું હતું કે પરિસ્થિતી વણસી શકે છે. તાપમાનનો પારો વધારે ઉંચો જઇ શકે છે. હાલ રાજસ્થાનનાં જેસલમેરમાં 54 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. હાલ સમગ્ર દેશ પાણીનાં દુષ્કાળ અને સાથે સાથે ગરમીનો સામનો કરી રહ્યું છે.

You might also like