ગુજરાત 48 કલાક સુધી રહેશે અગનભઠ્ઠી : લોકો ત્રાહીમામ

અમદાવાદ : આખા ગુજરાતમાં લોકો ગરમીથી તોબા પોકારી ચુક્યા છે. પરંતુ પ્રાણીઓ પણ હવે ત્રાહિમામ થઇ ગયા છે. જો કે હવામાન વિભાગ દ્વારા હજી પણ આગામી 48 કલાક સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ, કંડલા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. અમદાવાદમાં આજે લુ લાગવાથી વી.એસ હોસ્પિટલમાં એક વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે કુલ 9 કેસ નોંધાયા હતા.

બુધવારે રાજ્યમાં હીટવેવને પગલે લૂ લાગવાથી અમદાવાદ, રાજકોટ અને બનાસકાઢામાં મળીને કુલ પાંચ વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. રાજકોટ શહેરમાં યુનિવર્સિટી ગેટ પાસે 50 વર્ષનાં એક પ્રૌઢ અને સિવિલ હોસ્પિટલનાં વોર્ડ નંબ 10માં 35 વર્ષનો એક યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રાજકોટનાં એક પોલીસ ફરજ બજાવીને ઘરે પહોંચ્યો હતો જ્યારે તે ઢળી પડ્યો હતો. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અમદાવાદથી હિટ સ્ટોકથી સુરતની એક મહિલાનું વાડીલાલ હોસ્પિટલમાં મોત થું હતું.

જ્યારે નવા ત્રણ કેસ દાખલ થયા હતા. બનાસકાઠામાં ભચાઉથી રાજસ્થાનનાં શિરોહી ટ્રેનમાં જઇ રહેલા એક યુવક ભીલડી રેલ્વે સ્ટેશને ટ્રેનમાં જ ઢલી પડ્યો હતો. તબીબોએ ગરમીથી મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં પણ ગરમીથી 40 ચામાચીડીયાનાં મોત નિપજ્યા હતા. જેથી ગરમીથી હાલ માત્ર માણસો જ નહી પરંતુ પ્રાણીઓ પણ ત્રાહીમામ પોકારી ચુક્યા છે. આગામી 48 સુધી હીટવેવ યથાવત્ત રહેવાની શક્યતા છે.

You might also like