ગરમીનો કહેરઃ શહેરમાં એક જ સપ્તાહમાં ૪૦૦ લોકો બેભાન થયા

અમદાવાદ: છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે અમદાવાદના ૧,૮૦૯ સહિત રાજ્યભરના કુલ ૭,પ૯૦ લોકો હીટ વેવનો ભોગ બન્યા છે. ગઇ કાલે ગરમીનો પારો ૪૪.૪ ટકા નોંધાતાં ગઇ કાલે ૧૦૦થી વધુ લોકો અમદાવાદમાં ગરમીનો ભોગ બનતાં ૧૦૮ની મદદ લેવી પડી હતી.

આ વર્ષે હજુ ઉનાળો અડધો વીત્યો છે ત્યારે આ આંક ૭પ૦૦થી વધુનો આંક વટાવી ચૂકયો છે. જેમાં મોટા ભાગે મહિલાઓ, વૃદ્ધો અને બાળકો ગરમીનો શિકાર બન્યાં છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ૧૦૮ની સેવા સાથે ગરમીને કારણે જુદી જુદી સમસ્યાઓને લઇને નીચે પ્રમાણે દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

ગરમીના કારણે ૪૦૦થી વધુ લોકો બેભાન થઇ ગયા હતા. ૧૦૮ ઇમર્જન્સી સેવા ઉપરાંત ખાનગી દવાખાનાઓમાં પણ ગરમીના કારણે લૂ લાગવાથી ચક્કર આવવા અને ઝાડા-ઊલટીના સૌથી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. હજુ પણ હવામાન ખાતાની આગાહી મુજબ હીટ વેવ આ માસના ત્રીજા સપ્તાહ સુધી ચાલુ રહેશે. જેમાં તાપમાન ૪૩થી ૪૪ ડિગ્રી વચ્ચે રહેશે. તેમાં કદાચ વધારો પણ થઇ શકે છે.

ગરમીની ઋતુમાં બજારુ ઉઘાડો વાસી ખોરાક ખાવાના કારણે સૌથી વધુ કેસો ઝાડા ઊલટીના કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્યભરમાં ગરમીના કહેરનો ભોગ ૭પ૯૦ લોકો બન્યા છે. જેમાં મુખ્ય ફરિયાદ ગરમીના કારણે પડી જવંુ, બેભાન થઇ જવું અને પેટના દુઃખાવાની રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હીટ વેવના કારણે આગામી ત્રણ દિવસ સુધી તડકામાં બપોરના સમયે નાગરિકોને બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. ગત વર્ષે ગુજરાતમાં પ,૦૦૦ લોકો ગરમીના કારણે જુદી જુદી શારીરિક તકલીફનો ભોગ બન્યા હતા.

સમસ્યા દર્દીની સંખ્યા
પેટનો દુઃખાવો                           ૩૭૬
બ્લડ પ્રેશર                                ૦૯૬
છાતીમાં દુઃખાવો                        ૧૬૧
કાન-નાકમાંથી લોહી વહેવું        ૦૧૭
ચક્કઇ ખાઇ પડી જવું                ર૮૮
ડી હાઇડ્રેશન                             ૧રપ
બેભાન થવું                              ૪૦૭
ઊલટી                                    રરપ
પડી જવું                                ૧૧૪
કુલ                                        ૧૮૦૯

You might also like