ગરમી, હલનચલન અને સૂર્ય પ્રકાશથી પણ મોબાઈલ ફોન ચાલી શકશે

હવે સ્માર્ટફોન અને પોર્ટેબલ અને પહેરી શકાય એવા ગેઝેટ્સ ઈલેક્ટ્રીક સિટીથી નહીં પણ સૂર્ય પ્રકાશ, હલનચલન કે ગરમીથી પણ ચાલી શકશે. ફિનલેન્ડની યુનિવર્સિટીના સંશોધકોએ મિનરલમાંથી ખાસ એવું મટિરિયલ તૈયાર કર્યું છે જે અાજુબાજુમાંથી કોઈપણ ફોર્મમાંથી એનર્જી ખેંચી શકે છે. સામાન્ય રીતે બહુ બધી એનર્જી વેડફાતી હોય છે. પેરોવ્સ્કાઈટ્સ નામનો ખાસ પ્રકારનો મિનરલ બે પ્રકારની એનર્જી સોશી શકે છે. તેમાં સોલરસેલ્સ જેવી કામગીરી પણ શક્ય છે અને સાથે ટેમ્પ્રેચર તેમજ દબાણમાં અાવતા બદલાવના લીધે પેદા થતી એનર્જી સોશવાની ક્ષમતા પણ છે.
http://sambhaavnews.com/

You might also like