ગરમીથી બચવા જીવ જોખમમાં મૂકતા સાહસિકો

ગરમીમાં જેમને એસી કે પંખા નીચે રાહત મેળવવાનું નસીબમાં હોતું નથી તેવા લોકો ગાર્ડન, વૃક્ષ કે પછી બિલ્ડિંગની છાયા નીચે આરામ ફરમાવે છે. પણ કેટલાક લોકોએ જોખમી પણ અનોખી જગ્યા શોધી કાઢી છે. એલિસબ્રિજ આવા લોકો માટે આરામનું સ્થળ છે. કેટલાક સાહસિકો અંગ્રેજોના જમાનાના એલિસબ્રિજ અને બંને બાજુ બનેલા બ્રિજ વચ્ચેની જગ્યામાંથી પિલર પર ઊતરે છે. ગરમી અને પાણીની ઠંડકના હિસાબે તેઓ નદીની નજીક રહેવુું કે પછી છેક ઉપર પિલર ઉપર રહેવું તે નક્કી કરે છે અને ત્યાર બાદ આરામ ફરમાવે છે. કેટલાક પિલરને લપસણી બનાવી વધુ નીચે ઊતરે છે.
તસવીર ઃ મૌલિક પટેલ

You might also like