રાજ્યભરમાં ગરમીમાં વધારો, વન્યજીવો માટે પણ તંત્ર સજાગ બન્યું

રાજ્યભરમાં ગરમીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે… ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી કરવામાં આવી છે.

ગરમીથી બચવા માટે અનેક પ્રકારના કાર્યો કરવામાં આવે છે. વન્યજીવોને પણ ગરમીના કારણે અસર થતી હોય છે. ગીર અને કોસ્ટલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓને હીટવેવથી બચાવવા માટે વનવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ત્યારે હવે ગીરના જંગલોમાં વન્ય પ્રાણીઓ માટે કૃત્રિમ પાણીના પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. વેરાવળથી લઈને સુત્રાપાડા સુધીના કોસ્ટલ વિસ્તારના જંગલોમા પાણીના કૃત્રિમ પાણીના પોઇન્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેથી વન્યપ્રાણીઓ પાણીની તરસના કારણે મુશ્કેલીમાં ન મુકાય. આ ઉપરાંત વન્ય પ્રાણીએ પાણીના ભેજમાં વિસામો કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

You might also like