હાર્ટબીટ બનશે તમારા હેલ્થ રેકોર્ડનો પાસવર્ડ

ઈલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ જાળવવાની પદ્ધતિથી હવે દરદીના સ્વાસ્થ્યની લાંબી હિસ્ટરી જાળવી રાખી શકાય છે. જોકે અમેરિકાના રિસર્ચરોએ અા રેકોર્ડ એક્સેસ કરવા માટે ખાસ પાસવર્ડ રાખી શકાય એવી ટેક્નોલોજી વિકસાવી છે. બીજું કોઈ તમારી હેલ્થનો રેકોર્ડ ચોરી ન શકે એ માટે અમેરિકાની બ્રિગહેમ યુનિવર્સિટીના પ્રોફેસરોએ દરદીની હાર્ટબીટને જ રેકોર્ડ એક્સેસ માટેનો પાસવર્ડ બનાવી શકાય એવી શક્યતા જતાવી છે. અા વ્યવસ્થા ટ્રેડિશનલ સિક્યોરિટી સિસ્ટમ કરતાં સરવાળે સસ્તી અને સરળ પણ હશે. સાયન્ટિસ્ટોએ દરેક પેશન્ટનો ડેટા જે તે દરદીના ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ દ્વારા એન્ક્રિપ્ટ કર્યો છે.

http://sambhaavnews.com/

You might also like