સસ્તો થશે હૃદયનો ઇલાજ, સ્ટેન્ટની કિંમતમાં ભારે ઘટાડો

કેન્દ્ર સરકારે હૃદયના ઓપરેશનમાં વપરાતા કાર્ડિયક સ્ટેન્ટની કિંમતમાં ભાર ઘટાડો કરી દીધો છે. ગયા વર્ષે સ્ટેન્ટને દવાઓના ધોરણે મૂલ્ય નિયંત્રણના દાયરામાં લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મંગળવારના રાષ્ટ્રીય દવા મૂલ્ય નિયંત્રણ પ્રાધિકરણ (એનપીપીએ)એ સ્ટેન્ટની મહત્તમ કિંમતો નક્કી કરી દીધી છે. હવે 1,29,404 રૂપિયામાં વેચાતું સ્ટેન્ટ હવે 29,600 રૂપિયામાં મળશે.

કેન્દ્રિય કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી અનંત કુમારે મંગળવારના એક પ્રેસ કોન્ફ્રન્સમાં સ્ટેન્ટની કિંમતોમાં ભાવના ઘટાડાની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બે પ્રકારના સ્ટેન્ટ બજારમાં વેચાઈ રહ્યા છે. એક ડ્રગ એલ્યુટિંગ સ્ટેન્ટ જેની કિંમત 1,29,404 રૂપિયા સુધી છે.

પરંતુ મુલ્ય નિયંત્રણના દાયરામાં આવ્યા પછી લોકોને આ વધુમાં 29600માં મળશે. 90 ટકા મરીજોને આ સ્ટેન્ટ લગાડવામાં આવે છે. જ્યારે કે બીજા સ્ટેન્ટ મેટલ સ્ટેન્ટ હોય છે જેની બજાર કિંમત 45095 રૂપિયા છે. જોકે, તેનું મહત્ત્તમ મૂલ્ય 7260 રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે સ્ટેન્ટના મૂલ્યને નિયંત્રણમાં લાવવાની ખબર 21 જુલાઈએ પ્રકાશિત કરવામાં આવી હતી.

You might also like