હાર્ટને કોલેસ્ટ્રોલથી નહીં પણ કાર્બોહાઇડ્રેટ્સથી ખતરો

ભારતમાં હાર્ટને લગતા રોગો માટે પહેલાં કોલેસ્ટ્રોલને જવાબદાર માનવામાં આવતું હતું પણ છેલ્લાં ત્રણ વર્ષમાં એવું જોવા મળ્યું છે કે કાર્બોહાઇડ્રેટ્સના કારણે હાર્ટના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એના કારણે હાર્ટની ધમનીઓને નુકસાન થાય છે અને હાર્ટને લગતા રોગ થાય છે.

રિફાઇન્ડ ઓઇલ, શુગર અને હાઇ કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતા ખોરાકના કારણે ધમનીઓ ફૂલી જાય છે. ધૂમ્રપાન, હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને આખો દિવસ બેઠાડુ જીવન પણ હાર્ટ પરનું જોખમ વધારે છે. આવો ખોરાક લેનારા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ગભરામણ થાય છે અને હાર્ટ-બીટ અનિયમિત થાય છે. તેમને વારંવાર ચક્કર આવે છે અને પસીનો થાય છે.

You might also like