કંપનીમાં પાવરફુલ પોઝિશનમાં હોય તેમને હાર્ટ-અટેકની શક્યતાએ ઓછી

કામના સ્થળે પાવરફુલ પોઝિશનની સાથે જવાબદારીઓ પણ વધારે હોય છે એટલે ચિંતા અને સ્ટ્રેસ-લેવલ વધારે હોય એવું માની શકાય. જોકે અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે કે નોકરી કરતા લોકોમાં નાની પોઝિશન પર કામ કરતા લોકો કરતાં મોટા હોદ્દા પર કામ કરતા લોકોને હાર્ટ-અટેક આવે એવી શક્યતાઓ ઓછી હોય છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચરોએ નોંધ્યું હતું કે સ્ટ્રિક્ટ અને ડિમાન્ડિંગ બોસ સાથે કામ કરતા પ્રોફેશનલ્સને હાર્ટ-અટેકનું રિસ્ક ૨૩ ટકા જેટલું વધી જાય છે. આજ અભ્યાસના નેકસ્ટ સ્ટેપ તરીકે રિસર્ચરોએ ૧૫૦ જુદી જુદી કંપનીઓના બોસની હેલ્થનો સ્ટડી કર્યો હતો. આ વોલન્ટિયર્સના મોઢાની લાળમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિઝોલનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળ્યું હતું.

You might also like