પંજાબને સુપ્રીમ કોર્ટનો ઝટકો : નહેર મુદ્દે સુનવણી યથાવત્ત રહેશે

ચંડીગઢ : સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને ઝટકો આપતા સતલુજ યમુના લિંક નહેર મુદ્દે સુનવણી ટાળવાની અપીલ ફગાવી દીધી હતી. પંજાબ સરકારે તર્ક આપ્યો હતો કે રાજ્યમાં હજી નવી સરકાર છે. હજી રાજ્યમાં લો ઓફીસરની નિયુક્તિ નથી કરવામાં આવી. માટે સુપ્રીમ કોર્ટમાં 12 એપ્રીલે થનારી સુનવણીને ટાળવામાં આવે. સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારની માંગને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે સુનવણી નક્કી તારીખે જ થશે.

ઉલ્લેખનીય છે કે એસ.વાઇ.એલનાં મુદ્દે પંજાબ તથા હરિયાણા સામ સામે છે. પંજાબ જ્યાં નહેર નહ બનાવવાની જિદ્દ પર અડેલું છે તો હરિયાણઆ કોઇ પણ હાલમાં નહેર બનાવવાની વાત કરી રહ્યું છે. પંજાબની સાથે ગત્ત કેટલાક વર્ષોથી ચાલી રહેલા આ વિવાદ પર સુપ્રીમ કોર્ટે ગત્ત વર્ષે હરિયાણાનાં પક્ષે ચુકાદો આપ્યો હતો. તે સમય પંજાબ પર ચુકાદાનો વિરોધ કર્યો હતો અને ત્યાની વિધાનસભા ચૂંટણીમાં પણ આ મુદ્દો ખુબ ઉછાળ્યો હતો.

હરિયાણાની સર્વદળીય પ્રતિનિધિમંડળ સુપ્રીમ કોર્ટનાં ચુકાદાને તાત્કાલીક પ્રભાવથી લાગુ કરાવવાની માંગના મુદ્દે રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી સાથે મુલાકાત કરી ચુક્યા છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં એકઅરજીદાખલ કરી ચુક્યા છે. જેમાં કોર્ટે નિર્ણયને તુરંત પ્રભાવથી લાગુ કરાવવાની માંગ ઉઠાવાઇ છે. આ મુદ્દે પહેલી સુનવણી 2 માર્ચે અને બીજી સુનવણી 28 માર્ચે નક્કી થઇ હતી. જો કે બેંચ ઉપલબ્ધ ન હોવાનાં કારણે સુનવણી ટળી હતી.

હરિયાણાએ ત્યાર બાદ ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેના અ નુસાર આ કરોડો લોકોનાં હિતો સાથે જોડાયેલો મુદ્દો છે. માટે તેની જલ્દી સુનવણી કરીને હરિયાણાને તેનો હક અપાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે તેનો સ્વીકાર રકતા જલ્દી સુનવણીનું આશ્વાસન આપ્યું હતું.

You might also like