અયોધ્યા જમીન વિવાદ:સુપ્રીમ કોર્ટે 15 મે સુધી લંબાવી સુનાવણીની મુદ્દત

સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલા અયોધ્યા કેસ મામલે ભારતની વડી અદાલતે નવી મુદ્દત જાહેર કરી છે.મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે આગળની તારીખ જાહેર કરતા 15 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે તેવી વાત કહી હતી.

ઉલ્લેખની છે કે, રામ જન્મભુમિ અને બાબરી મસ્જિદને લઇને આ પહેલા 6 એપ્રિલ જાહેર કરવામાં આવી હતી. આ પહેલા સુપ્રિમ કોર્ટે આ મામેલ અન્ય કોઇ પક્ષકારને સાંભળવા માટે ઇનકાર કરી દીધો હતો.

અદાલતે આ પહેલા જ નક્કિ કર્યું હતું કે આ જમીન વિવાદ મામલે પાંચ સભ્યોની પીઠ પાસે મોકલવામાં આવે કે નહીં. જસ્ટીસ મિશ્રાની અધ્યક્ષતામાં મળેલી આ સમિતિએ જણાવેલ કે પક્ષકારોની વાતચીત દ્વારા આ મામલો ઉકલેવા માટે કોઇ જ વધારાનું દબાણ કરવામાં આવશે નહીં.

અયોધ્યાવાસીઓના એક સમૂહે પીઠ સાથે વાતચીત કરતા જણાવેલ કે,આ જમીન વિવાદ મામલાને બંન્ને પક્ષકાર વચ્ચે વાતચીત દ્વારા ઉકેલી શકાશે. આ મુદ્દા પર પીઠે જવાબ આપ્યો હતો કે, બંને પક્ષકાર અંદરો અંદર કોઇ કરાર કરવા માગે તો તે કરી શકે છે.પરંતુ અમે આ બાબતે કોઇ જ દબાણ નહીં કરીએ.

આપને જણાવી દઇએ કે,આ પહેલા સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ જણાવી દીધુ હતું કે, અયોધ્યા જમીન વિવાદ મામલો માત્ર બંન્ને પક્ષકારોને જ સંભળાવવામાં આવશે. ત્રણ સદસ્યો વાળી આ પીઠે અન્ય પક્ષકારોને સાંભળવા ચોખ્ખી ના ભણી દીધી હતી. આ સાથે પીઠે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીની દખલગીરીને પણ ઠુકરાવી દીધી હતી.

You might also like