આજે યોન શોષણ મામલે ગાંધીનગર કોર્ટમાં આસારામની સુનાવણી

ગાંધીનગર: આસારામ સામે સુરત દુષ્કર્મ કેસમાં આજે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આસારામ સામે સુરતમાં 2013માં યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અત્યાર સુધી 28 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. એટલું જ નહીં કોર્ટમાં યુવતીની ઉલટ તપાસ પણ પૂર્ણ થઈ ચુકી છે.

આસારામ હાલમાં જોધપુરની જેલમાં બંધ હોવાથી વીડિયો કોન્ફરન્સિંગથી આ સુનાવણી કરવામાં આવશે. આ પહેલા જ્યારે ગાંધીનગર કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે આસારામ હાજર રહી શકયા ન હતા.

આસારામ હજી 10 વર્ષ વિતાવશે જેલમાં, બાદમાં સરકાર ઈચ્છે તો આપી શકે માફી!

આસારામ વિરૂદ્ધ શું છે કેસ?
જેલમાં બંધ આસારામ પર સુરતની બે બહેનોએ વર્ષ 2013માં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેને આસારામ વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે નાની બહેને નારાયણ સાઇ વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે આસારામ વિરૂદ્ધ ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો છે અને નારાયણ સાઇ સામે પણ સુરતમાં કેસ ચાલી રહ્યો છે. આજે આસારામ વિરૂદ્ધ ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. બીજી બાજુ નારાયણ સાઇ વિરૂદ્ધ 10મેના રોજ સુનાવણી હાથ ધરાશે.

મહત્વનું છે કે, આસારામની પુત્રી ભારતી થોડા દિવસ અગાઉ ગાંધીનગર કોર્ટમાં હાજર રહી હતી. સુરતની બે સગી બહેનોએ આસારામ અને તેમના દીકરા નારાયણ સાઇ પર રેપનો આરોપ લગાવ્યો હતો, જેની સુનાવણી હાલ ચાલી રહી છે. આ મામલે આસારામ, નારાયણ સાઇ સિવાય ભારતી અને આસારામની પત્ની લક્ષ્મી પણ આરોપી છે.

ઉલ્લેખનીય છે કે, આસારામ પર સગીર પર બળાત્કાર કેસમાં જોધપુર કોર્ટે ચુકાદો આપી દીધો હતો. બળાત્કારનાં કેસમાં જોધપુર કોર્ટે આસારામને આજીવન કેદની એટલે કે ઉંમર કેદની સજા ફટકારી છે.

You might also like