આ દેશમાં ફાટેલું જીન્સ પહેરનારની થાય છે પોલીસ દ્વારા જોરદાર ધોલાઈ

નવી દિલ્લી: મહિલાઓ અને છોકરીઓ પ્રત્યે એક વાર ફરીથી ઈરાન પોલીસની બર્બરતાનો ચહેરો સામે આવ્યો છે. 14 વર્ષની એક છોકરીએ આરોપ મૂક્યો છે કે ફાટેલું જીન્સ પહેરવાને કારણે પોલીસે તેને ખૂબ માર્યો અને ફરીથી પકડી લીધી.

હકીકતમાં આ છોકરી પોતાના મિત્રો સાથે ગયા અઠવાડિયે પોતાનો જન્મદિવસ ઊજવી રહી હતી. પીડિત છોકરીએ જણાવ્યું કે શિરાજ શહેરમાં જ્યારે હું પોતાનો જન્મદિવસ ઊજવી રહી હતી.

પીડિતાએ જણાવ્યું કે શિરાજ શહેરમાં જ્યારે તે પોતાનો જન્મદિવસ ઊજવી રહી હતી જ્યારે પોલીસે તેને અને તેના મિત્રોને જબરદસ્તીથી કારમાં નાંખવાની કોશિશ કરી અને વિરોધ કરવા લાગી તો તેને મારવા લાગ્યા. પીડિતાએ જણાવ્યું કે તેના ચેહરા પર પોલીસના મારના નિશાન હજી પણ છે. આ સિવાય પણ પોલીસકર્મીઓની બેરહેમ ધોલાઈથી તેના હાથ અને પગ બરાબર ચાલતા નથી.

You might also like