જાણો આ વસ્તુઓ ક્યારે ખાવી જોઇએ?

દરેક લોકોનું ધ્યાન હંમેશા સ્વસ્થ ખોરાક ખાવા પર જ હોવું જોઇએ. ઘણા લોકો એવું કરે પણ છે પરંતુ તે લોકોને ખબર નથી કયો ખોરાક કયા સમય પર લેવો જોઇએ. ફળને યોગ્ય સમય પર ખાવાથી ગુણ ગ્રહણ કરવાનો લાભ મળે છે. ચલો જાણીએ ભાત, દહીં, રોફી, દાળ અથવા કેળા જેવા ચીજોને ક્યારે ખાવી જોઇએ.

ભાત
ભાતને રાતે ખાવા જોઇએ કારણ કે તે સરળતાથી પચી જાય છે અને તે ખાધા પછી ઊઁઘ સારી આવે છે. પરંતુ વધાર પડતો ભાત ખાવાથી દૂર રહેવું જોઇએ. ભાતને બપોરે ખાવો ના જોઇએ કારણ કે તેનાથી બ્લડ સુગર વધી જાય છે જેના કારણે ઊંઘ આવે છે.

દહીં
દહીં હંમેશા સવારે ખાવું જોઇએ જેનાથી પેટ સારું રહે છે. તેને રાતે ખાવાથી શરદી કફ થવાનો ભય રહે છે.

ખાંડ
ખાંડને સવારે ખાવી જોઇએ કારણ કે ઇન્સુલિન ખાંડને પ્રભાવી રુપથી ગ્રહણ કરવાની ક્ષમતા ઘરાવે છે અને સરળતાથી પચાવી પણ શકીએ છીએ. પરંતુ રાતે તેને ખાવાથી બ્લડ સુગર વધી જતી હોવાથી ઊંઘ બરોબર આવતી નથી.

કેળા
કેળાને વર્કઆઉટ કર્યા પછી ખાવા જોઇએ કારણ કે તે ઘણી એનર્જી આપે છે. તમે કેળાને બપોરે પણ ખઇ શકો છો કારણ કે તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેને સૂતા પહેલા ખાશો નહીં કારણ કે ઘણા લોકોને સૂતા પહેલા ખાવાથી શરદી થઇ જાય છે.

દાળ અને બીન્સ
સવારે અને બપોરે ખાવાથી તેને સરળતાથી પચાઇ શકીએ છીએ અને ગેસ પણ થતો નથી. તેને રાતે ખાશો નહીં કારણ કે તે જલ્દીથી પચતાં નથી અને પેટમાં ગેસ કરે છે.

અખરોટ
તેને રાતે સૂતી વખતે સ્નેક્સની જેમ ખાવો કારણ કે તે મેલાટોનિન હોર્મોવ બનાવવાનું કામ કરે છે. જો કે તે ઊંધ ઉત્પન્ન કરનારું હોર્મોન્સ હોય છે.

અંજીર અને જરદાળુ
તેને સવારે ખાવાથી શરીરનો મેટાબોલિજ્મ વધે છે અને પેટને ગરમી મળે છે. તેને રાતે ખાવા ના જોઇએ કારણ કે તે પેટમાં ગેસ કરે છે.

ચીઝ
તેને સવારે ખાવો. સાંજના સમયે તેને ખાવાથી તે જલ્દીથી પચતી નથી અને વજન વધારે છે.

દૂઘ
તેને રાતે પીવું જોઇએ કારણ કે તેને રાતે પીવાથી ઊઁઘ સારી આવે છે. તેને પીવાનો કોઇ ખરાબ સમય હોતો નથી. સવારના કોઇ પણ સમયે દૂધ પી શકીએ છીએ.

કોફી
તેને સવારે પીવી જોઇએ તે શરીરમાં ઉર્જા ભરી દે છે અને ઊંઘ ગાયબ કરી દે છે. તેને સાંજે 7 વાગ્યા પછી પીશો નહીં કારણ કે તમારી ઊંઘ ઉડાડી શકે છે.

You might also like