લીંબુના ફાયદા તો સાંભળ્યા હશે, આજે તેના નુક્શાન જાણો…

સલાડ હોય કે ચાટ, બસ લીંબુ નીચોવી દો પછી તેન ખાવાની અલગ મજા છે. લીંબુ સ્વાદ તો વધારે છે સાથે જ ગરમીની ઋુતમાં પણ તેના ખુબ ફાયદાઓ છે. વિટામિન સી થી ભરપુર લીંબુના ખુબ ફાયદા છે, પણ તે આપણા સ્વાસ્થ્યને નુક્શાન પણ પહોંચાડે છે. જાણો લીંબુના કેટલાક નુક્શાન વિશે….

લીંબુમાં સિટ્રસ એસિડ હોય છે, જેને વધારે પીવાથી આપણા દાંતો પર ખરાબ અસર થઈ શકે છે. આપણા દાંત સેન્સેટિવ હોય છે. તેનાથી બચવા માટે તમે તેને સ્ટ્રો થી પી શકો છો, જેનાથી તે તમાર દાંતોના સંપર્કમાં નહિ આવે.

 

લીંબુમાં ઓક્સલેટ રહેલુ હોય છે જેના વધારે સેવનથી શરીરમાં ક્રિસ્ટલ બની શકે છે. આ ક્રિસ્ટલ પથરી બની શકે છે.

જે લોકોને એસિડિટીની પરેશાની રહે છે, તેમણે લીંબુનું સેવન ન કરવું જોઈએ કેમકે તેમાં એસિડ હોય છે અને તેનુ સેવન કર્યા બાદ શરીરમાં એસિડની માત્રા વધી જાય છે.

ઘણીવાર લોકો ઓઈલી ફુડ ખાધા પછી તેને પચવવા માટે લીંબુનો સહારો લે છે, કેમકે તેનું એસિડ પાચનમાં મદદ કરે છે. ઘણીવાર વધારે એસિડ હોવાના કારણે પેટ ખરાબ પણ થઈ જતુ હોય છે. માટે જમ્યા બાદ તેને ન લેવુ અને તમે ઈચ્છો તો તેને ખાવાની સાથે તેને ખાઈ શકો છો.

લીંબુ પાણી પીવાથી વારંવાર ટોયલેટ આવે છે, જેનાથી આપણા શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે. માટે જો તમે લીંબુ પાણી પીવા ઈચ્છો છો વધારેમાં વધારે સાદુ પાણી પીવો. આ ઉપરાંત તેના અત્યાધિક સેવનથી કિડનીની સમસ્યા પણ થઈ શકે છે.

You might also like