દહીં સાથે આટલી ચીજવસ્તુઓ કરો મીક્ષ, થશે અનેક ફાયદા

દહીં ખાવુ સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક હોય છે. તેમાં રહેલા પોષક તત્વો પેટની સાથે સાથે ઘણા પ્રકારની બીમારીઓથી તમને દુર રાખશે. જો તેને બીજી ચીજવસ્તુઓ સાથે મીક્ષ કરીને ખાવામાં આવે તો તેના ફાયદા બે ઘણા થઈ જતા હોય છે. જાણો દહીં સાથે કઈ વસ્તુઓ મીક્ષ કરીને ખાવાથી અનેક ફાયદાઓ થાય છે.

દહીં અને અજમો

દહીં અને અજમો ભેળવીને ખાવાથી દાંતોની સમસ્યાથી છુટકારો મળે છે, સાથે જ તો મોઢાના છાલાઓથી પરેશાન હોવ તો દહીંમાં અજમો ભેળવીને ખાવાથી ફાયદો થાય છે.

દહીં અને કાળા મરી

દહીંમાં કાળા મરી ભેળવીને ખાવાથી કબજીયાતમાં રાહત મળે છે, આ ઉપરાંત વાળ ખરવાની સમસ્યા માટે પણ તે કારગર ઉપાય છે. ત્રણ ચમચી દહીંમાં બે ચમચી કાળા મરીનો પાવડર ભેળવીને અને તેની પેસ્ટ વાળ પર લગાવી લો, અને એક કલાક બાદ વાળ ધોઈ લેવા. તેનાથી વાલ સિલ્કી પણ થઈ જશે.

દહીં અને ઓડ્સ

દહીંમાં ઉંચી માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાઓને મજબૂત બનાવવામાં સહાયક હોય છે. દહીંમાં ઓડ્સ મિલાવિને ખાવાથી ફાયદો બે ઘણો થઈ જાય છે. આ દાંતો અને નખો ને પણ મજબુત બનાવે છે.

દહીં અને જીરૂ

દહીંમાં જીરૂ ભેળવીને ખાવાથી વજન ઓછુ થાય છે. પાંચગ્રામ દહીંમાં એક ચમચી જીરા પાવડર નાખીને ખાવાથી લાભ થાય છે.

You might also like