તમારા ઘરે જ બનાવો આ રીતે હેલ્દી ઢોંસા પીત્ઝા

તમે બહાર કોઇક દિવસ પીત્ઝા તો ઘણી વાર ખાધાં હશે. એમાંય ખાસ કરીને જ્યારે કોઇક સ્પેશિયલ દિવસ હોય ને બહાર જવાનું થાય ત્યારે તો આપે ખાસ બહારનાં પીત્ઝાની મજા માણી હશે. આ સાથે તમારા બાળક પણ જ્યારે બહાર જાઓ ત્યારે જંક પીત્ઝા ખાવાની તેઓ જીદ કરતા જ હશે.

ત્યારે આજે અમે તમને હવે તમારા માટે પીત્ઝાની ખાવાની મજા માણવા માટે બહાર જવું ના પડે તેને ધ્યાને રાખી ઢોંસા પીત્ઝાની રેસિપી અમે લઈને આવ્યાં છીએ અને એમાંય જ્યારે તમે આ પીત્ઝા ઘરે ખાશો ત્યારે તમે અનેરા આનંદમાં આવી જશો અને તેને બન્યાં પછી જોતાંની સાથે તો તમારા મોમાંથી તુરંત પાણી આવી જશે.

પીત્ઝા બનાવવા માટેની સામગ્રી:
ઈડલી ઢોંસાનું બેટરઃ ૨ કપ
છીણેલું ચીઝઃ અડધો કપ
કાપેલી ઝીણી ડુંગળીઃ એક નાનો કપ
ઝીણું કટિંગ કરેલઃ એક નાનું ટામેટું
શિમલા મિર્ચ ઝીણું સમારેલું: એક નાનું
સ્વીટ કોર્ન (બાફેલા): ૨ મોટી ચમચી
ગાજર (ઝીણા સમારેલા): ૨ મોટી ચમચી
ચિલી સોસઃ ૨ મોટી ચમચી
ટોમેટો સોસઃ ૨ મોટી ચમચી
પીસેલા કાળા મરીઃ ૧ નાની ચમચી
તેલઃ ૨-૩ મોટી ચમચી

બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ તમામ શાકભાજીને કટિંગ કરીને તેને મિક્ષ કરી લો. બાદમાં એક તવો અથવા કોઇ એક પાત્ર લો ને તેને ગરમ કરો. હવે એક મોટી ચમચી ઇડલી ઢોંસાનું બેટર નાંખીને મોટા ઢોંસાને ફેલાવો પણ તેને વધુ પાતળો ના થવા દો. હવે ઢોંસાની ઉપર ટોમેટો સોસ અને ચિલી સોસ નાંખીને ફેલાવી દો. પછી કટીંગ કરેલી શાકભાજી નાંખીને બરાબર સારી રીતે તેને ફેલાવી દો. પછી કાળા મરીનો પાવડર અને થોડું મીઠું ભભરાવી દો.

ત્યાર બાદ છીણેલું ચીઝ નાંખીને તેને ફેલાવી દો. હવે તવાને ઢાંકળથી બંધ કરી દો. ધીમા તાપે એક-બે મિનીટ સુધી તેને ચડવા દો કે ચિઝ ગળે ત્યાં સુધી થવા દો. ઢાંકળ ખોલીને પીત્ઝાને તવામાંથી પ્લેટમાં નીકાળી દો અને ટુકડાંઓ કરીને ટોમેટો સોસની સાથે સર્વ કરો. આ જ રીતે બધાં બેટરથી પીત્ઝા ઢોંસા બનાવી લો અને તેને ગરમ ગરમ જ સર્વ કરો.

You might also like