માત્ર સ્વાદમાં નહીં, હેલ્થ માટે પણ બેસ્ટ છે શેરડીનો રસ

ગરમીની મોસમ શરૂ થઇ ચૂકી છે. આવા સંજોગોમાં માર્કેટમાં ઠેર ઠેર શેરડીનો રસ જોવા મળે છે. શેરડીનો રસ એકદમ નેચરલ વસ્તુ છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. એન્ટીઓક્સિડન્ટથી સમૃધ્ધ આ રસ બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. તેમાં આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને અન્ય ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે.

તેથી તે ડિહાઇડ્રેશન માટે પણ સારું છે. એટલું જ નહીં સામાન્ય શરદી અને અન્ય વાઇરલ ઇન્ફેક્શનને ઠીક કરવા માટે પણ તે મદદરૂપ છે. તે શરીરમાં પ્રોટીનના સ્તરને વધારે છે.કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, પોટેશિયમ અને અન્ય આવશ્યક પોષકતત્વોથી સમૃધ્ધ હોવાના કારણે થાક દૂર થાય છે.

દાંતમાં સડો અને ખરાબ શ્વાસ રોકવામાં મદદ કરે છે. શેરડીનો રસ લિવરને મજબૂત બનાવે છે. આયુર્વેદ કહે છે કે શેરડીના રસથી કબજિયાતમાં રાહત મળે છે અને સાથે સાથે એસિડિટી તેમજ ગેસ પણ ઘટે છે. શેરડીના રસમાં વિટામિન એ, સી, બી1, બી2, બી3, બી4, બી 5 અને બી 6 પણ પર્યાપ્ત માત્રામાં હોય છે.

You might also like