તહેવાર પૂર્વે સુરતમાં આરોગ્ય વિભાગનો સપાટો, 1880 કિલો માવો જપ્ત કરાયો

સુરતમાં મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રક્ષાબંધનના તહેવારને પગલે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના આરોગ્ય વિભાગે શહેરમાંથી 70 જેટલા સેમ્પલ લીધા છે. સુરત આરોગ્ય વિભાગે 1880 કિલો માવો જપ્ત કર્યો છે.

જોકે આરોગ્ય વિભાગ દ્વારા દર મહિને 60થી 70 જેટલા સેમ્પલ લેવામાં આવે છે. જોકે સુરત મનપામાં ફૂડ એનાલિસ્ટિકની પોસ્ટ છેલ્લા 3 વર્ષથી ખાલી છે. તેમાં હજુ સુધી કોઈ નિમણૂક કરાઈ નથી. હાલ સેમ્પલો ટેસ્ટ માટે ભુજ અને રાજકોટમાં મોકલવામાં આવે છે.

જેનો રિપોર્ટ આવવામાં 14 દિવસ જેટલો સમય લાગી જાય છે, અને ત્યાં સુધીમાં તહેવાર પણ પસાર થઈ જાય છે. લોકો સુધી મિઠાઈ પણ પહોંચી જાય છે. આમ ત્યારે સવાલ એ છે કે આ સિસ્ટમ થોડી ઝડપી થાય તેવું ન થઈ શકે. શા માટે તંત્રને આ કાર્યવાહી ઝડપી કરવામાં કોઈ રસ નથી.

લોકોના પેટ સુધી અખાદ્ય ચીજવસ્તુઓ પહોંચી જાય. તહેવાર પૂર્ણ થઈ જાય. ત્યાર બાદ રિપોર્ટ આવે તે કેટલું યોગ્ય છે. જે હેતુસર આ રિપોર્ટ લેવામાં આવે છે તે હેતુ સિદ્ધ થતો જ નથી. આમ આ દરોડાનો દેખાડો શા માટે કરવામાં આવે છે. આ જ સ્થિતિ રાજ્યના મોટાભાગના શહેરોમાં જોવા મળે છે.

રાજ્યભરમાં તહેવારના બે કે ત્રણ દિવસ પૂર્વે આરોગ્ય વિભાગ દ્વારા માત્ર દેખાડો કરવા માટે દરોડા પાડવામાં આવે છે, અને ત્યાર બાદ રિપોર્ટ કયારે આવે છે. અને કયારે કાર્યવાહી થાય છે તે કોઈને ખ્યાલ જ નથી આવતો.

જ્યારે આ ત્યાં સુધીમાં આ અખાદ્ય મિઠાઈ અને ખાણીપીણીનો જથ્થો લોકોના પેટ સુધી પહોંચી ગયો હોય છે. આમ લોકોના સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ ચુકયા હોય છે. ત્યારેને ત્યારે માત્ર સવાલ એ છે કે આ પ્રક્રિયા ઝડપી કરવા અંગે તંત્ર કયારે રસ દાખવશે.

You might also like