હેલ્થ કેર કંપનીના IPOમાં રોકાણકારને ઊંચું ‌િરટર્ન

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી હેલ્થ કેર કંપનીઓ દ્વારા આઇપીઓ લાવવામાં રાફડો ફાટ્યો છે. સરકારની નીતિઓનો લાભ હેલ્થ કેર કંપનીઓને મળી શકે છે તેવા સે‌િન્ટમેન્ટ પાછળ હેલ્થ કેર કંપનીઓ આઇપીઓ લાવી રહી છે.
ગઇ કાલે થાઇરોકેર ટેકનોલોજી કંપનીનું લિસ્ટિંગ થયું હતું. દિવસના અંતે શેર ઇશ્યૂ ભાવથી ૩૮ ટકાના સુધારે બંધ થયો હતો.

આ અગાઉ ડૉ. લાલ પેથ લેબ્સ, અલ્કેમ લેબ્સ અને નારાયણ હૃદયાલય કંપનીના આઇપીઓ આવ્યા હતા, જેના શેરના ભાવ હાલ ઈશ્યૂ પ્રાઇસથી ૧૭ ટકાથી ૭૮ ટકા જેટલા ઊંચા છે, જોકે માર્ચ મહિનામાં લિસ્ટિંગ થયેલ હેલ્થ કેર ગ્લોબલ કંપનીનાે શેર હાલ ઈશ્યૂ પ્રાઇસથી ૧૭ ટકા નીચે જોવા મળી રહ્યો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આઇપીઓમાં ઊંચું લિસ્ટિંગ થયાના કારણે રિટેલમાં રોકાણકારનો પ્રવાહ વધ્યો છે.

કંપનીનું નામ                  ઇશ્યુ          વર્તમાન        ટકાવારીમાં
પ્રાઇસ         ભાવ            વધ-ઘટ
થાઇરોકેર                      ૪૪૬.૦૦      ૬૧૮.૧૦         ૩૮.પ૯
હેલ્થ કેર ગ્લોબલ          ર૧૮.૦૦        ૧૭૯.૯૦       -૧૭.૪૮
નારાયણ હૃદયાલય      રપ૦.૦૦      ર૯૪.૬૦         ૧૭.૮૪
અલ્કેમ લેબ્સ               ૧૦પ૦.૦૦      ૧ર૪૭.પ૦     ૧૮.૮૧
ડૉ.લાલ પેથ લેબ્સ      પપ૦.૦૦         ૯૭૯.રપ       ૭૮.૦પ

You might also like