સ્તનપાન કરાવતી માતા માટે વરદાન છે આ 8 ડ્રિંક્સ!

માનું દૂધ બાળકો માટે અમૃત સમાન છે. જેનાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે થાય છે. જેથી ઓછામાં ઓછા બાળકોને 1 વર્ષ સુધી તો માનું જ દૂધ આપવામાં આવે છે. જો કે કેટલીક મહિલાઓ ફિગરના કારણે બાળકોને દૂધ પીવડાવવાનું પસંદ કરતી નથી. તો કેટલાક બાળકોને હેલ્થના કારણે પણ પેકેટના દૂધ પીવડાવવા પડતા હોય છે.

જો કે ફિડિંગ કરાવતી મહિલાઓએ માટે પણ અમુક એવા ખોરાક જરૂરી હોય છે, જેનાથી દૂધની માત્રા વધતી રહે. આજે અમે તમને કેટલાક ડ્રિક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને પીવાથી માતાનું ધાવણ વધી શકે છે.

1) પાણી
સ્તનપાન કરાવતી મહિલાઓએ ભરપૂર પાણી પીવું જોઈએ. જેનાથી શરીરમાં હાઈડ્રેટ થયા કરે છે અને શરીરમાં દૂધ બનતું રહે છે. સ્તનપાન કરાવતી મહિલાઓએ ઓછામાં ઓછા 15 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ.

2) મેથીની ચા
જે મહિલાઓને દૂધ ઓછું આવતું હોય તે મેથીની ચા પી શકે છે. દિવસમાં એકવાર પીવાથી તમને 72 કલાકમાં જ ફરક જોવા મળી જશે. જો કે જેને ડાયાબિટીસ હોય તેવી મહિલાઓએ આ ચા પીવી ન જોઈએ.

3) વરિયાળીની ચા કે શરબત
વરિયાળીની ચા પીવાથી મહિલાઓના શરીરમાં હોર્મોન્સની માત્રા વધે છે, જેનાથી લેક્ટેશનની પ્રક્રિયા વધી જાય છે. જેનાથી દૂધની ક્વોલિટી સારી પણ બને છે.

4) બદામ મિલ્ક શેક
સત્નપાન કરાવતી મહિલાઓ માટે મિલ્ક બદામ ખૂબ શ્રેષ્ઠ હોય છે. જેમાં વિટામીન એ, ડી અને ઈ હોય છે, જે શરીરમાં દૂધની કમી આવવા દેતી નથી. રોજ બદામ અને દૂધ પીવાથી શરીરમાં ધાવણની કમી રહેતી નથી.

5) ફળોનો જ્યૂસ
ફળોનો જ્યૂસ પીવાથી બૉડીમાં પાણીની કમી રહેતી નથી. સ્તનપાન વખતે શક્ય હોય તો તમારે રોજ અલગ અલગ ફ્રૂટના જ્યૂસ પીવા જોઈએ. ઠંડીમાં ગરમ પડે તેવા ફ્રૂટના જ્યૂસ પીવા જોઈએ.

6) ગ્રીન ટી
ગ્રીન ટીમાં એન્ટિ બાયોટિક હોય છે, જે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે. જો કે ગ્રીન ટી ક્યારેય ખાલી પેટે ન પીવી જોઈએ.

You might also like