શું તમે ભીના મોજા પહેરીને સૂવાના ફાયદા જાણો છો?

વાતવરણના બદલાવ સાથે લોકોને અનેક પ્રકારની બિમારી થાય છે. તેવામાં અનેક પ્રકારની દવાનું સેવન લોકો કરે છે. દવાઓ ગળવા છતાં  ઢીક થતા થોડો સમય લાગે છે. જોકે કેટલાક ઘરગથ્થુ ઉપચાર ક્યારેક ડોક્ટરની દવા કરતા વધારે અસરકારક સાબિત થાય છે. જેમકે ભીના મોજા રાત્રે પહેરીને સૂઇ જવાના અનેક ફાયદા છે. જેનાથી તમે કદાચ અજાણ હશો. તો જાણી લો ભીના મોજા પહેરીને સૂવાના આ ફાયદા અંગે..

તાવ આવે ત્યારેઃ તાવ આવે ત્યારે શરીરનું તાપમાન વધી જાય છે. પરંતુ કેટલીક વખત દવા ખાવા છતાં પણ કોઇ જ ફર્ક પડતો નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં એક વાટકામાં બે ગ્લાસ પાણી અને એક ચમચી વિનેગર મિક્સ કરો અને તેમાં મોજા ભીના કરો. તેને બરોબર નીચોવીને આ ભીના મોજા પહેરી લો. 40 મિનિટની અંદર તમારા શરીરનું તાપમાન સામાન્ય થઇ જશે.

શરદીઃ ગરમીની સિઝનમાં હંમેશા શરદી ઉધરસ થાય છે. ત્યારે આવી પરિસ્થિતીમાં 2 કપ દૂધમાં, 1 ચમચી મધ અને 2 મોટી ડુંગળીને કાપીને તેને મિક્ષણમાં મિક્સ કરીને 15 મિનિટ માટે રહેવા દો. આ મિશ્રણમાં થોડા સમય માટે મોજાને ભીના કરીને નીચોવીને પહેરી લેવા. ડુંગળીમાં એન્ટીબેક્ટીરિયલ અને એન્ટી ઇફ્લેમેંટરી ગુણ હોય છે. જે કફને નરમ કરીને સરળતાથી બહાર કાઢે છે.

પાચક શક્તિઃ શરીરમાં પાચન શક્તિ યોગ્ય ન હોય અને પેટની સમસ્યા હોય તો કાળા જીરા અને વરીયાણીના પાણીને 15 મિનિટ માટે ઉકાળો અને આ પાણીમાં મોજા ભીના કરીને પહેરી લો. આ નુસખાથી અડધા કલાકમાં પાચન શક્તિ ઢીક જઇ જશે.

http://sambhaavnews.com

You might also like