એક જ ચમચી આ પાઉડર લો અને ઘટાડો ઝડપથી વજન

ત્રિફળા ત્રણ હર્બ્સ આંબળા, હરડ અને બહેડાનું કોમ્બિનેશન હોય છે. આમ તો આ ત્રણ ચીજો અલગ અલગ લેવાથી પણ ઘણો ફાયદો થાય છે. પરંતુ એક સાથે મિક્સ કરી દેવાથી ફાયદો વધારે વધી જાય છે. આજે અમે તમને જણાવીએ છીએ રોજ એખ ચમચી ત્રિફળા પાઉડર નવશેકા પાણીની સાથે લેવાથી કેટલાક સ્વાસ્થ્યને ફાયદા થાય છે.

રોજ સવારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ત્રિફળા પાઉડર અને એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી મેદસ્વિતા દૂર થાય છે.

રાતે માટીના વાસણમાં એક ચમચી ત્રિફળા પાઉડર પાણીમાં પલાળીને રાખો. સવારે આ પાણી ગાળીને પીવાથી આંખોની રોશની વધી જાય છે.

રાતે માટીના વાસણમાં પલાળેલા ત્રિફળા પાઉડરના પાણીને ગાળીને આંખો ધોવાથી બળતરા ઓછી થાય છે.

સવાર-સાંજ બે ચમચી ત્રિફળા ચૂર્ણ નવશેકા પાણીની સાથે લેવાથી સ્કીન રોગમાં ફાયદો થાય છે.

ત્રિફળાના પાણીથી કોગળા કરવાથી મોંઢામાંથી આવતી દુર્ગધ અને અન્ય બીમારીઓ દૂર થાય છે.

ત્રિફળા પાઉડરછી દાંત સાફ કરવાથી દાંતની સમસ્યામાં ફાયદો થાય છે.

ત્રિફળા રેગ્યુલર લેવાથી શ્વાસની સમસ્યામાં આરામ મળે છે અને ફેફસાના ઇન્ફેક્શનને દૂર કરે છે.

ત્રિફળા પેન્ક્રિયાઝને એક્ટિવ કરે છે જેનાથી બ્લડમાં ઇન્સુલિન પ્રોડક્શન વધે છે અને ખાંડનું લેવલ બેલેન્સ રહે છે.

ત્રિફળા શરીરમાં એન્ટીબોડીનું પ્રમાણ વધારે છે. રેડ બ્લડ સેલ્સની સંખ્યા વધારીને નુકસાનકારક બેક્ટેરિયાને મારે છે.

ત્રિફળા એન્ટીઓક્સિડેન્ટ હોય છે. એને દરરોજ લેવાથી વાળ જલ્દી સફેદ થતા નથી, સ્કીન પર કરચલીઓ પડતી નથી.

http://sambhaavnews.com/

You might also like