ભગવાનને ધરાવવામાં આવતા પંચામૃતના છે અઢળક ફાયદાઓ

મહાશિવરાત્રિ હોય કે પછી જન્માષ્ટમીનો તહેવાર કે અન્ય કોઇ પૂજા-પંચામૃતનો પ્રસાદ સૌથી શુભ અને કલ્યાણાકારી માનવામાં આવે છે. પંચામૃતનો અર્થ થાય છે છે પાંચ અમૃત.. વાસ્તવમાં પંચામૃતમાં પાંચ એવી વસ્તુ ભેગી કરીને બનાવવામાં આવે છે જેને સ્વાસ્થ્યની રીતે પણ ચમત્કારી માનવામાં આવે છે. આ તમામ વસ્તુઓના ગુણોના આધાર પર સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે. તમને જણાવી દઇએ કે, પંચામૃતમાં દૂધ, દહીં, મધ, ધી અને તુલસીને ભેગીને બનાવવામાં આવે છે.

કેવી રીતે બને છે પંચામૃત:

પંચામૃત બનાવવા માટે પાંચ વસ્તુઓ કંઇક આ રીતે જોઇએ છે: 500 ગ્રામ દહીં, 100 ગ્રામ દૂધ, 1 ચમચી મધ, 1 ચમચી ધી અને 8-10 તુલસીના પાંદડાને મિક્સ કરીને બનાવવામાં આવે છે. ગળ્યું બનાવવા માટે તેમાં 50 ગ્રામ ખાંડ પણ ભેળવી શકો છો. આ પંચામૃતમાં બદામ અને કેસર પણ ભેળવી શકાય છે. પરંતુ મૂળ રીતે આ 5 વસ્તુઓ હોય છે, જે પહેલા બતાવવામાં આવી છે.

જાણો પંચામૃતના લાભ:

પંચામૃતમાં દૂધ, દહી, મધ, ધી અને તુલસીના પાંદડા હોય છે. આ તમામ વસ્તુઓનો પોતપોતાના ફાયદાઓ હોય છે. એવામાં જ્યારે આ વસ્તુઓથી પંચામૃત બનાવવામાં આવે અને સેવન કરવામાં આવે તો શરીરને તેનો ફાયદો મળે છે.

પંચામૃતના સેવન કરવાથી શરીર મજબૂત અને રોગમુક્ત રહે છે.

જે રીતે તમે પંચામૃતથી જે રીતે ભગવાનને સ્નાન કરાવવો છો, એવી રીતે જો પોતે સ્નાન કરો તો શારીરિક શક્તિમાં વધારો થાય છે.

પંચામૃતનું નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો કેન્સર, હાર્ટ એટેક, ડાયબિટીઝ, કબજિયાત અને બ્લડ પ્રેશર જેવા રોગોથી બચી શકાશે.

શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તો પંચામૃતનું નિયમિત સેવન રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

ચેહારની રંગત વધારવા માટે પણ પંચામૃતનું સેવન કરવાનું કહેવામાં આવ્યુ છે. પંચામૃતમાં રહેલા ધી અને દૂધના મિશ્રણથી સાંધાના દુ:ખાવામાં ધટાડો થાય છે.

પરંતુ ધ્યાન રાખો કે પંચામૃતને એ જ માત્રામાં સેવન કરવું જોઇએ જે માત્રામાં પ્રસાદનું ગ્રહણ કરવામાં આવે છે, તેનાથી વધારે નહી. પંચામૃત એક અમૃત સમાન છે, અમૃતનું પ્રસાદ તરીકે જ સેવન કરવું જોઇએ.

You might also like