સવારે ઊઠતાંની સાથે જ પીવો ડુંગળીની TEA, પછી જુઓ બોડીમાં ચમત્કાર

ડુંગળીને એક મહત્વનો આહાર માનવામાં આવે છે, જેના વિના ભોજન અધૂરું લાગે છે. ખાવામાં સ્વાદ વધારવાની સાથે સાથે ડુંગળી ઔષધીય ગુણોથી ભરેલી છે. જૂના જમાનામાં લોકો ડુંગળીને ઉકાળો શરદી-ખાંસી ભગાડવા માટે કરતા હતા. પરંતુ શું તમે જાણો છો ડુંગળીના ચા પણ બને છે, જી હા બહુ ઓછા લોકો આ અંગે જાણતા હશે પરંતુ ચા પીવાથી ઘણી બિમારીઓ મટાડી શકાય છે.

શોધકર્તા અનુસાર, ડુંગળીની ચા શુગર લેવલ, હાઈ બીપી, કેન્સર, અનિંદ્રા, એનિમિયા, પેટની બીમારી અને વજન ઓછું કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જો તમે ઈચ્છતા હોવ કે તમારે ડોક્ટર પાસે ના જવું પડે તો આજથી જ ડુંગળીની ચા પીવાનું શરૂ કરી દો. પીવામાં અજીબ લાગશે પરંતુ જે પરિણામ મળશે તે ચોંકાવનારા હશે.

ડુંગળીની ચા બનાવવાની રીત:
સૌથી પહેલા એક વાસણમાં 2 કપ પાણી લો, પછી તેમાં ડુંગળીના ઝીણાં ઝીણાં ટુકડાં ઉમેરો, જ્યારે આ પાણી ઉકળીને 1 કપ જેટલું થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. પછી પાણીને ગાળી લો અને હૂંફાળું થવા દો. ત્યાર બાદ તેમાં 4 ટીંપા લીંબુનો રસ નાખીને એક ગ્રીન ટી બેગ નાખો. 5 મિનિટ બાદ ગ્રીન ટી બેગ નીકળી લો. પોતાની ઈચ્છા પ્રમાણેનું મધ ઉમેરીને આ ગુણકારી ચાનો આનંદ લો.

જાણો ડુંગળીની ચાના ફાયદાઓ વિશે:

હાયપર ટેન્શન દૂર કરે:


એક રિસર્ચ અનુસાર, ડુંગળીમાં રહેલું flavonol quercetin નામનું એન્ટીઓક્સિડંટ હાઈબ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. આ એન્ટીઓક્સિડંટ દરેક રંગની ડુંગળીમાં હોય છે.

ટાઇપ 2 ડાયાબિટીસથી રાહત:

એક રિસર્ચ અનુસાર, ડુંગળીની ચા ટાઇપ 2 ડાયાબિટીસથી રાહત આપે છે, આ ચા ઇન્સ્યૂલિન રેજિરેન્ટ વધારી છે, જેથી ટાઈપ-2 ડાયબિટીસમાંથી રાહત મળે છે. આ ચા પીવાથી ગ્લૂકોઝ લેવલ સુધરે છે.

કેન્સરમાં લાભકારી:


નિયમિત રીતે જો ડુંગળીની ચા પીવાથી કેન્સરના સેલ્સ વધતા રોકે છે અને સાથે કોલોન સાફ કરવામાં પણ ઉપયોગી છે. કોલોન કેન્સરને ઠીક કરવા માટે મદદ કરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ:


ડુંગળીની ચા દિવસમાં બે વાર પીવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે, જેથી કેલરી ઝડપથી બર્ન થાય છે. સારા પરિણામ માટે બે અઠવાડિયા સુધી સતત ડુંગળીની ચા પીવી જોઈએ.

રોગપ્રતિકારક શક્તિ વધારશે:


ડુંગળીમાં ઘણાં બધા પૌષ્ટિક ગુણો જેવા કે, વિટામિન B1, B6, ફોલિક એસિડ, ક્રોમિયમ, કેલ્શિયમ, વિટામિન C, વિટામિન K રહેલા છે. આ તત્વોને કારણે ડુંગળી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને શરદી-ખાંસી, ઠંડી સામે રક્ષણ પૂરું પાડે છે.

You might also like