કિસિંગથી થતા આ ફાયદા વિશે જાણો છો..

એક પ્રેમાળ ચુંબનથી તમારી લાગણીઓને એક્સપ્રેસ કરે છે. જો કે તે તમારી આરોગ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનું મદદરૂપ પણ થાય છે. અહી જણાવીશુ કે ‘કિસ’ કરવાથી શું-શું ફાયદા થઇ શકે છે. ચુંબન વિષય ઉપર ઘણા સંશોધનો થઇ ચુક્યા છે અને દરેક સંશોધનનું આજ પરિણામ આવ્યું છે કે ચુંબન કરવાથી બે વ્યક્તિઓના સંબંધો મજબૂત થવા ઉપરાંત હૃદય અને દિમાગને પણ લાભ પહોંચે છે.

આનંદની લાગણી : કિસ કરવાથી એન્ડોફીન્સ અને એન્ડ્રોફિન્સ નામના હોર્મોન્સ રીલીઝ થાય છે, જેનાથી એક અલગ પ્રકારનુ આનંદ મળે છે. ડોક્ટરોનું માનવું છે કે જો તમે ડીપ્રેશનમાં હોવ તો દવાથી વધુ કિસ અસરકારક સાબિત થાય છે.

જીંદાદિલ બનાવે : એક સર્વે અનુસાર, જે લોકો કિસ કરવાથી નથી શરમાતા તેઓ પોતાની જીંદગીને વધુ બેહતર રીતે જીંદાદિલ થઈને જીવે છે જ્યારે કિસથી પરહેઝ કરનારાઓ થાકેલા-થાકેલા અને પરેશાન રહે છે. એટલે કે કિસ તમને જીવન પ્રતિ સકારાત્મક બનાવવામાં મદદ કરે છે.

હોર્મોન્સનું ઝડપથી બદલાવું : ઘણા લોકો સેક્સની ક્ષમતા વધારવા માટે પણ કિસ કરે છે. નિષ્ણાતોના અનુસાર કિસ દરમ્યાન પુરુષના ટેસ્ટોસ્ટેરોન જેવા હોર્મોન્સ મહિલાના મુખમાં સ્થળાંતરિત થાય છે. ટેસ્ટોસ્ટેરોન મહિલાની ઉત્તેજનાને વધારી દે છે અને પરિણામરૂપ સેક્સની તકો વધે છે.

સંબંધો મજબૂત બને છે : ચુંબન દરમિયાન ઑક્સીટૉસિન નામનું હોર્મોન બને છે, જે બે વ્યક્તિ વચ્ચેના બોન્ડીંગને વધુ મજબૂત બનાવે છે. એ તો આપણે સહુ જાણીએ છીએ કે જયારે બે વ્યક્તિ લીપ-લોક કરે છે, તો તેમની નિકટતા વધે છે. એટલે પોતાના સંબંધમાં મજબૂતી માટે બે વ્યક્તિ કિસ કરે છે.

ચહેરાના સ્નાયુઓ થાય છે મજબુત : સંશોધકોએ જાણ્યું કે ચુંબન સમયે તમારા ચહેરાના ૩૦ સ્નાયુઓને એક્ટીવ થવાની તક મળે છે. આ સ્નાયુઓ હસતા કે બોલતા વખતે આટલો એક્ટીવ નથી થઇ શકતા. આનાથી તમારા ગાલ યોગ્ય આકારમાં રહે છે.

કેવીટી દુર કરે : ચુંબનથી આપ પોતાના દાંતોની કેવીટીને દુર કરીને દાંતોને સ્વસ્થ જાળવી શકો છો. કિસ કરવાથી સાલ્વિયાનું ઉત્પાદન વધે છે. આ સાલ્વિયા દાંતોમાં કેવીટી, સડો અને પ્લેક પેદા કરનારા બેક્ટેરિયાને દુર કરે છે.

હૃદય માટે લાભકારક : ચુંબન ઘણી રીતે તમારા હૃદયને ફીટ રાખીને કાર્ડીઓવસ્કુલર બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. એક સંશોધન મુજબ પોતાના પાર્ટનરને નિયમિત રીતે કિસ કરનારા લોકોમાં તણાવ ઓછો જોવા મળે છે. સાથે જ તેઓ પોતાના સંબંધને મુદ્દે વધુ સંતુષ્ટ હોય છે, તેમના શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા પણ નિયંત્રિત રહે છે.

એલર્જીથી બચાવે : ચુંબનથી રક્તમાં એલર્જી એન્ટીબોડીઝનું સ્તર ઓછું થાય છે. આ એન્ટીબોડીઝ હિસ્ટામાઇનનો સ્ત્રાવ કરે છે. આ હોર્મોન એલર્જી જેવીકે છીંક, અને આંખોમાં પાણી આવવા જેવી સમસ્યાઓનું કારણ હોય છે, તો ચુંબન તમને આ તમામ તકલીફોથી બચાવી શકે છે.

દર્દને દુર ભગાડે : કેટલાક લોકો દર્દમાં રાહત મેળવવા માટે કિસ કરે છે. કિસ કરવા દરમિયાન શરીરમાં એડ્રેલિન નામનું હોર્મોન રીલીઝ થાય છે, જે શરીરમાં દર્દને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. જો એક બીજાની અત્યંત નિકટ થઈને ચુંબન કરવામાં આવે, તો ઘણી રીતે નાના-મોટા દર્દ તો એમ જ ગાયબ થઇ જાય છે. માથાના દુઃખાવામાં આ સૌથી વધુ અસરકારક સાબિત થાય છે.

સ્ટ્રેસ ઓછો કરે છે: સ્ટ્રેસનું મુખ્ય કારણ કોર્ટિસોલ હોર્મોન હોય છે. ચુંબન કરવાથી શરીરમાં કોર્ટિસોલ ઓછું થાય છે અને રોગપ્રતિકારક સિસ્ટમ વધે છે જેનાથી તનાવમાં ઘટાડો થાય છે. આથી તનાવને દુર કરવા અને બેહતર મહેસુસ કરવા માટે પણ લોકો પોતાના પાર્ટનરને કિસ કરે છે.

You might also like