હગ કરવાંથી તમે થઇ શકશો અનેક બીમારીઓથી મુક્ત

એક નવા અભ્યાસથી એવું જાણવા મળ્યું કે એક દિવસ માત્ર કોઇને હગ કરવાંથી જ તમારા દુ:ખ દૂર થઇ જાય છે. માત્ર હગ કરવું એ તમને દરેક સમસ્યાઓથી છૂટકારો આપી તમને ડોક્ટરોથી દૂર રાખવામાં ઘણું મદદરૂપ રહે છે. કેમ કે પ્રેમથી કોઇને ગળે લગાડવાથી તણાવ અને કોઇ પણ પ્રકારનાં ઇન્ફેક્શનથી બચવામાં તમારી તે ઘણી સહાય કરી શકે છે. Carnegie Mellon Universityની એક નવી શોધનાં અનુસાર કોઇને હગ કરવું એ માત્ર એક સામાજીક લગાવ સુધી જ સીમિત નથી રહેતું પરંતુ સાથે મેડિકલ રીતે પણ ઘણું ફાયદામંદ છે.

આપણે સૌ જાણીએ છીએ કે કોઇ અન્ય સાથે કોઇ વાત પર લડાઇ કરતા તમે કોઇ પણ પ્રકારનાં વાયરસ સાથે લડવામાં સક્ષમ નહીં થઇ શકો. તો પછી જો તમે કોઇને પ્રેમથી હગ કરશો તો તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓ પ્રભાવિત થઇ જાય છે. તમે સમાજમાં રહેતા કોઇને પણ ગળે મળવાની ક્રિયા એ કોઇ પણ પ્રકારનાં સંક્રમણથી રક્ષા કરવામાં એટલું પ્રભાવિત નથી હોતી કે જેટલી તમે પ્રેમથી કોઇને મળવાની ક્રિયા કરતા હોવ એટલે કે હગ કરતા હોવ.

કોઇને હગ કરવા એ દરેક વખતે તમારાં કેટલા સારા રિલેશન છે એ દર્શાવે છે. કોઇને હગ કરવું એ તમારા એકલતાનાં સમયમાં ઘણું મદદરૂપ રહે છે. જેથી સંશોધનકર્તાઓએ 404 સ્વસ્થ લોકોનો સર્વે કરતા જાણ્યું કે તેઓ દિવસ દરમ્યાન કેટલી વાર કોઇને હગ કરતા હતાં અને એમાં કોઇ પણ પ્રકારનાં સંક્રમણની સંભાવના કેટલી હોય છે.

અધ્યયન અનુસાર, એવું માનવામાં આવ્યું કે સંક્રમિત લોકો કે જે વધારેમાં વધારે હગ કરતા હતાં એમાં કોઇ પણ પ્રકારનાં સંક્રમણની બીમારીનાં ઘણાં જ ઓછાં લક્ષણો જોવાં મળ્યાં. આ પરથી એવું તારણ નીકાળી શકાય કે જો તમે કોઇને પ્રેમથી વધારેમાં વધારે હગ કરો તો તમે તણાવમુક્ત થશો ને સાથે તમારી બીમારીમાં પણ ઘટાડો થતો જોવાં મળશે ને તમારૂ મન પણ એને એકલતાનાં સમયે યાદ કરતાં ઘણું જ પ્રફૂલ્લિત થઇ જશે. જેથી કોઇને હગ કરવું એ તમારા માટે ઘણું ફાયદાકારક છે.

You might also like