લીલા મરચા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો શું છે ફાયદા?

જો તમને લીલું મરચું તેની તીખાશને લઇ પસંદ છે તો હવે તે આપને હજી વધારે પસંદ આવશે. લીલાં મરચા ઇમ્યૂનિટી અને ઓવરઓલ ફિટનેસ માટે ઘણાં જ સારાં છે. જેને લઇ અમે આજે તમને જણાવીશું તેનાં કેટલાંક ફાયદાઓઃ

  • મરચામાં હાજર કૈપ્સેસિન નાકમાં લોહીનાં પરિભ્રમણને ઘણું જ સરળ કરી નાખે છે. જેનાંથી શરદી અને સાઇનસ જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે.
  • મરચાં ખાવા પર હીટ નીકળે છે કે જે પ્રભાવશાળી દર્દનાં નિવારણનાં રૂપમાં કાર્ય કરે છે.
  • લીલા મરચામાં વિટામીન સી પ્રચુર માત્રામાં થાય છે. આને ઠંડી જગ્યા પર જ રાખવા જોઇએ નહીંતર આનાં પોષકતત્વ હવા, ગરમી અને રોશનીનાં સંપર્કમાં ઓછાં થઇ જાય છે.
  • મરચાં ઇંડોર્ફિન કેમિકલ રિલીઝ કરે છે. કે જે મૂડને નિયંત્રિત કરવાવાળા એંજાઇમને બૂસ્ટ કરે છે.
  • ડાયાબિટીઝનાં દર્દીઓને માટે લીલાં મરચાં ખાવા ઘણાં લાભદાયક છે. કેમ કે લીલાં મરચાં એ બ્લડ શૂગરને લેવલમાં રાખે છે.
  • મરચાં એ આયર્નનો પ્રાકૃતિક સોર્સ છે. જેથી જેને આયર્નની કમી છે તેઓએ લીલાં મરચાં ખાવાની સલાહ આપવામાં આવે છે. કેમ કે લીલાં મરચાં એ આંખની રોશની માટે પણ ખૂબ જ સારાં હોય છે.
  • લીલાં મરચાંમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે કે જેનાંથી દરેક પ્રકારની સ્કિન ઇન્ફેક્શનથી લડવામાં પણ લીલાં મરચાં ઘણા ફાયદાકારક નીવડે છે.
  • જો ક્યાંક શરીર પર ઇજા થાય તો ત્યારે જ્યારે તમને વધારે પડતું લોહી વહી જતું હોય છે. તો તેવાંમાં વિટામીન પર્યાપ્ત માત્રામાં હોય છે કે જે બ્લડ ક્લોટિંગમાં મદદ કરે છે.
  • લીલા મરચાંમાં બીટા-કૈરોટિન નામનું એન્ટીઓક્સિડેંટ મેળવવામાં આવે છે કે જે કોર્ડિયોવૈસ્કુલર સિસ્ટમને મજબૂત બનાવે છે.
  • લીલા મરચાં એ વિટામીન “એ” માટે સૌથી સારામાં સારો સ્ત્રોત છે કે જેનાંથી દાંત, હાડકાં અને મ્યૂકસ મેમ્બ્રેનને મજબૂત બનાવે છે.
You might also like