શું તમે જાણો છો કાળા ચોખા તમારા માટે કેટલા ફાયદાકારક છે?

નવી દિલ્હી; જો કે કાળા ચોખા સામાન્ય નથી પરંતુ જો અમે એમ કહીએ કે આજના સમયમાં આ ચોખા પોષણ અને સ્વાસ્થ્ય માટે સૌથી સારું માધ્યમ છે, તો કંઇ ખોટું નથી. વિભિન્ન પોષક તત્વોથી ભરપૂર, કાળા ચોખાનો ઇતિહાસ પણ એકદમ સંપન્ન અને રોમાંચક છે.

એશિયા મહાદ્વીપમાં મુખ્યરૂપે ચોખા ખાવામાં આવે છે. જૂના જમાનામાં ચીનના એક નાનકડા ભાગમાં કાળા ચોખાની ખેતી કરવામાં આવતી હતી અને આ ચોખા ફક્ત અને ફક્ત રાજા માટે હતા.

જો કે આજ તેના પર કોઇપણ પ્રકારનો પ્રતિબંધ નથી પરંતુ તેમછતાં સફેદ અને બ્રાઉન ચોખાની તુલનામાં તેની ખેતી ખૂબ જ ઓછી થાય છે. અને ખૂબ જ ઓછા લોકો તેના વિશે જાણે છે. જ્યારે આ અન્ય ચોખાની તુલનામાં સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોય છે.

કાળા ચોખા ખાવાના ફાયદા: જેમ કે અમે તમને પહેલાં જ બતાવી ચૂક્યાં છીએ કે કાળા ચોખાને તેના પોષક ગુણોને કારણે જાણીતા છે. જો બીજા લોકોની માફક તમને પણ કાળા ચોખા ખાવાના ફાયદા વિશે ખબર નથી તો આ રહ્યાં તેના ફાયદા:

1. કાળા ચોખા એન્ટી-ઓક્સીડેન્ટના ગુણોથી ભરપૂર હોય છે. તમને જણાવી દઇએ કે એન્ટી ઓક્સીડેન્ટ્સ આપણા શરીરમાં હાજર વિષાયુક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદરૂપ હોય છે. જો કે કોફી અને ચામાં પણ એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે પરંતુ કાળા ચોખામાં તેની માત્રા સૌથી વધુ હોય છે. તેનાથી આ બોડીને ડિટોક્સ કરે છે જેથી ઘણા પ્રકારની બિમારીઓ અને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ દૂર રહે છે.

2. હદય સાથે સંકળાયેલી બિમારીઓ માટે કાળા ચોખા સારા હોય છે. રિસર્ચમાં જોવા મળ્યું છે કે કાળા ચોખામાં એંથોસાઇનિન જોવા મળે છે. આ એક એવું તત્વ છે જે હાર્ટ એટેકની આશંકાને ઓછી કરે છે. આ ધમનીઓમાં પ્લાક્સને જામવા દેતો નથી જો કે આ હાર્ટ એટેકનું સૌથી મુખ્ય કારણ છે.

3. જો તમારા શરીરમાં નબળાઇ અનુભવો છો તો પણ કાળા ચોખા ખાવા તમારા માટે ફાયદાકારક થશે. આ ઉપરાંત અલ્ઝાઇમર, ડાયાબિટીસ અને અને કેન્સરથી બચવા માટે પણ કાળા ચોખા ફાયદાકારક હોય છે.

4. કાળા ચોખામાં બીજા કોઇપણ ચોખા તુલનામાં વધુ પ્રોટીન જોવા મળે છે. આ ઉપરાંત આ ફાઇબરના મામલે પણ સૌથી આગળ છે અને તેમાં આયરન પણ જોવા મળે છે. તો બીજી તરફ સ્વાદના મુદ્દે પણ આ ચોખા અન્ય વેરાઇટીથી ઓછા નથી.

You might also like