પીરિયડ્સમાં સેક્સ!, અદ્ભૂત આનંદની સાથે મળશે હેલ્થ બેનિફિટ

પીરિયડ્સ દરમિયાન સેક્સ આપણે ત્યાં એક વર્જીત વિષય છે. પરંપરાગત રીવાજોમાં ભલે તેને વર્જ્ય કહેવાયું હોય પરંતુ રીસર્ચ કંઈક અલગ જ કહે છે. અને હવે તો આજના સમયામાં ઘણા પ્રોગ્રેસીવ કપલ્સ પણ પીરિયડ્સ દરમિયાન સેક્સ એન્જોય કરતા થયા છે. તેના અનેક એડવાન્ટેજની સાથે તાજેતરમાં ડોક્ટરોએ વધુ એક ફાયદો પણ જાણ્યો છે જેને સાંભળીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશે.

આમ તો પીરિયડ્સ સેક્સ દરેક કપલ કરે તેવું નથી કેમ કે કેટલાય હજુ જૂની માન્યતાઓથી ઘેરાયેલા છે. પરંતુ શું તમને ખબર છે પીરિયડ્સ સેક્સ તમારા પીરિયડ્સને જલ્દીથી ખતમ કરે છે. આવો દાવો મિશિગન યુનિવર્સિટીના ગાયનોકોલોજિસ્ટે કર્યો છે.

જો તમારે પીરિયડ્સને જલ્દીથી ખતમ કરવો હોય તો તેમાં એક પૂર્વ શરત છે કે સેક્સ દરમિયાન ઓર્ગેઝમનો અનુભવ થવો જોઈએ. તેથી હવે મુખ્ય મુદ્દો સેક્સ નહીં પરંતુ ઓર્ગેઝમ છે. જે તમારા પીરિયડ્સને નાના બનાવે છે.

ડો. ડી ફેનર કહે છે કે, ‘જ્યારે તમે ઓર્ગેઝમ અનુભવ કરો છો ત્યારે તમારા યુટેરસનું સંકુચન થાય છે. જેના કારણે વધુ માત્રામાં વજાઇનલ પ્રવાહ વહે છે જેની સાથે માસિકનો રક્તસ્ત્રાવ પણ એકસાથે બહાર નીકળી જાય છે. અલબત્ત જોકે આ મામલે કોઈ ખાસ રીસર્ચ હાથ ધરવામાં નથી આવ્યું પરંતુ ઓર્ગેઝમ વખતે માસિકનું રક્ત બહાર નીકળી જવાથી પીરિયડ્સ ટૂંકા થઈ જાય છે.’

પીરિયડ્સ સેક્સનો બીજો મોટો ફાયદો એ છે કે તેનાથી પીરિયડ્સનો દુખાવો ઓછો થાય છે. તેમજ વધુ સારુ ઓર્ગેઝમ અનુભવાય છે જેના કારણે તમે તમારા પાર્ટનર સાથે વધુ સારી રીતે ઇમોશનલ સ્તરે જોઇન્ટ થશો. તેમજ તમારામાં રહેલા કમ્ફર્ટ ઝોનના ભયને પણ દૂર કરશે.

આમ તો પહેલીવાર જો આવો વિચાર કરશો તો પણ તમને ડર જ લાગશે કે પીરિયડ્સમાં સેક્સ કરવું કે નહીં. પરંતુ તેના ફાયદા જોઈને તમે જરુર એ તરફ આગળ વધવા માટે વિચારશો. ઇટ્સ ઓકે જો શરુઆત ન કરી શકો તો ધીમે ધીમે એક્ટિવ થઇ શકો છો.

 

You might also like