કપાળે તિલક લગાવવું સ્વાસ્થ્ય માટે છે સારું, જાણો આવા જ કેટલાક ફાયદા

રીત રીવાજો અને પરંપરાઓને ફોલો કરવી એમ તો આપણી આસ્થા અને વિશ્વાસ પર નિર્ભર કરે છે. પરંતુ આપણા રીત રિવોજના વૈજ્ઞાનિક કારણો પણ છે. એમાંથી કેટલાક તમને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે. તો અમે આજે તમને જણાવીએ એવા જ 8 નિયમોનું સ્વાસ્થ્ય પર પડનારા વૈજ્ઞાનિક ફાયદાઓ વિશે.

1. તિલક લગાવવું
બંને ભ્રમરોની વચ્ચે માથા પર તિલક લગાવવાથી આપણા બ્રેનના ખાસ ભાગ પર દબાણ આવે છે, જેનાથી બોડીની એનર્જી અને કોન્સન્ટ્રેશન પાવર વધે છે. તિલક લગાવવાથી ચહેરાના મસલ્સનું બ્લડ સર્ક્યુંલેશન પણ સારી રીતે થાય છે, જેનાથી સ્કીનનો ગ્લો વધે છે.

2. હાથ જોડીને નમસ્કાર કરવા
પૂજા દરમિયાન અને આપણાથી મોટાને મળવા પર એમને હાથ જોડીને નમસ્કાર કરવાથી હથેળીઓ અને આંગળીઓના એ પોઇન્ટ્સ પર દબાણ આવે છે, જે આંખ, નાક, કાન, દિલ જેવા બોડી પાર્ટ્સથી જોડાયેલા હોય છે.. એનાથી બોડી ફંક્શન સુધરે છે અને બીમારીઓનું જોખમ ટળે છે.

3. મંદિરમાં ઘંટનો અવાજ
સંશોધન કહે છે કે જ્યારે આપણે મંદિરનો ઘંટ વગાડીએ છીએ, તો 7 સેકન્ડ સુધી એનો અવાજ આપણા કાનમાં ગૂંજે છે. એ દરમિયાન બોડીને સુકૂન પહોંચાવનારા 7 પોઇન્ટ્સ એક્ટિવ થઇ જાય છે, જે નેગેટિવ એનર્જીને બોડીમાંથી બહાર નિકાળે છે.

4. મંદિરમાં ખુલ્લા પગે જવું
ખુલ્લા પગે ચાલવાના કારણે પગમાં આવેલા પ્રેશર પોઇન્ટ્સ પર પણ દબાણ પડે છે, જેનાથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીજ જેવી હેલ્થ સમસ્યાનો ખતરો ટળે છે.

5. જમીન પર બેસીને જમવું
ખાવાનું ખાતી વખતે આપણે જમીન પર પલાઠી વાળીને બેસીએ છીએ. એને પાચન ક્રિયા માટે સૌથી સારી પોજિશન માનવામાં આવે છે. એવી રીતે બેસીને ખાવાથી પાચનક્રિયા સારી કરવા અને પેટની સમસ્યાને દૂર કરવામાં મદદ મળે છે.

6. બ્રહ્મ મૂહુર્તમાં ઊઠવું
સવારે પોલ્યુશન ઓછું હોવાને કારણે વાયુમંડળમાં ઓક્સીજનનું પ્રમાણ સૌથી વધારે હોય છે. આ સમયે ઊઠીને ચાલવાથી અથવા બ્રીધિંગ એક્સરસાઇઝ કરવાથી આખી બોડીમાં ઓક્સીજનનું સર્ક્યુલેશન થાય છે. એનાથી ફિઝીકલ અને મેન્ટલ હેલ્થ સુધરે છે.

7. કપૂર અને હવનનો ધુમાડો
કપૂર અને હવનનો ધુમાડો ઘમાં સુગંધ ફેલાવે છે, જેનાથી મન શાંત થાય છે. સાથે એના કારણે આસપાસ પહેલા બેક્ટેરિયા ખતમ થાય છે, જેનાથી બીમારીઓનું જોખમ ટળે છે.

8. ન્હાયા વગર જમવું નહીં
ન્હીને ચોખ્ખા કપડાં પહેરવાથી બોડીના બેક્ટેરિયા દૂર થઇ જાય છે. આપણને તાજગી મળે છે અને ભૂખ પણ બરોબર લાગે છે. જ્યારે જમ્યા બાદ ન્હાવાથી અચાનક શરીર ઠંડું થઇ જાય છે, જેનાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે.

http://sambhaavnews.com/

You might also like