માત્ર નવ દિવસ ખાંડ છોડવાથી પણ હેલ્થમાં ખૂબ ફાયદો થાય

નવી દિલ્હી : ખાંડમાં ખુબ બઘી કેલરી હોય છે એટલા માટે જ નહી, પણ એનાથી શરીરની ચયાપચયની પ્રક્રિયામાં પણ ગરબડ થતી હોય છે એ સ્વાસ્થ્ય માટે વધુ નુકસાનકારક હોય છે. અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં આવેલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પીડિયાટ્રિક અંતષાવી ગ્રંથિના નિષ્ણાતોની ટીમે ૪૩ મેદસ્વી બાળકોના શુગર ઇનટેકનો સ્ટડી કરીને તરણ કાઢયું છે કે શરીરને માત્ર નવ દિવસ માટે પણ ખાંડ ન આપવામાં આવે તો મેટાબોલિઝમ આપમેળે સુધરે છે.

એને કારણે ઇન્સ્યુલિન લેવલ ઘટે છે અને કોલેસ્ટોલનું પ્રમાણ પણ ઘટે છે. આ અભ્યાસ પરથી એવું કહી શકાય કે બાળકોને ભલે ગળ્યું ભાવતું હોય, તેમને એ કેટલી માત્રામાં આપવું એનું પ્રમાણભાન જાળવવું જરૂરી છે. નાના બાળકોને તો એનર્જીની જરૂર પડે એવું માનીને દોથો ભરીને ગળપણ ખવડાવવાનું બાળકના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. અમેરિકાના રિસર્ચરોનું કહેવુ છે કે બાળકોમાં ઓબેસીટીનું કારણ માત્ર વધુ પડતી કેલરીવાળો ખોરાક ખાવા પુરતું જ સીમત નથી.

રિસર્ચરોએ આઠથી અઢાર વર્ષનાં મેદસ્વીબાળકોને ભરપુર શુગર ખવડાવીને ચયાપચય માટે જરૂરી હોર્મોન્સની માત્રા તપાસી હતી. એ પછી એ જ બાળકોને અમુક સમય સુધી શુગર નહી આપીને નિયમિત સમયાંતરે હોર્મોન્સની માત્રા તપાસી હતી. અભ્યાસમાં જણાયું હતું કે નવ દિવસ સુધી શુગર ન લીધા પછી તરત જ મેટાબોલિઝમને સતેજ કરે એવાં હોર્મોન્સ ઝરવાનું પ્રમાણ વધે છે.

You might also like