પુરુષો માટે ફાયદાકારક સાબિત થાય છે ખજૂરવાળું દૂધ

પુરૂષોને અવારનવાર ખજૂરવાળુ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. તમે આવુ દૂધ પીતા પણ હશો પરંતુ તેના ફાયદાથી તમે ચોક્કસ અજાણ હશો. આ ડ્રિન્કને કંઈ અમસ્તુ પાવરડ્રિંક નથી કહેવાતુ. તો જાણો ખજૂરવાળુ દૂધ પીવાથી કેટલા બધા ફાયદા થાય છે.

કેવી રીતે બનાવવું:
આ ડ્રિન્ક બનાવવા માટે સૌથી પહેલા ખજૂરના બી કાઢીને ખજૂરને પીસી લો. મધ્યમ તાપ પર દૂધ ગરમ કરવા મૂકો. પહેલો ઊભરો આવે એટલે જ ખજૂર અને ઘી નાંખી બરાબર મિક્સ કરો અને પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે તમારું પૌષ્ટિક ખજૂરવાળુ દૂધ.

આ ડ્રિન્કમાં ભરપૂર માત્રામાં આયર્ન અને મિનરલ્સ હોય છે જેને કારણે બ્લડ સરક્યુલેશન સારુ રહે છે.

આ દૂધના નિયમિત સેવનથી પુરુષોમાં તાકાત વધે છે અને સાથેસાથે તેમના સ્ટેમિનામાં પણ વધારો થાય છે.

તમે નહીં જાણતા હોવ પણ નિયમિત ખજૂરનું દૂધ પીવાથી તમારા ચહેરાની ત્વચામાં પણ નીખાર આવે છે, આ ડ્રિન્કમાં ભરપૂર માત્રામાં એમિનો એસિડ હોય છે.

આ ડ્રિન્કમાં તેમાં શુગર અને પ્રોટીન સારી માત્રામાં હોવાને કારણે આ દૂધ પીવાથી આખો દિવસ તમારા શરીરમાં ભરપૂર એનર્જી રહે છે.

You might also like