હેડલીને પસંદ પડી હતી ઓસામા બિન લાદેનની બહુપત્નીત્વની થિયરી

નવી દિલ્હી: પાકિસ્તાની-અમેરિકી અાતંકવાદી ડેવિડ કોલમેન હેડલીને અોસામા બિન લાદેનની એક કરતાં વધુ પત્નીઅો રાખવાની થિયરી પસંદ પડી હતી. તેનો ખુલાસો પત્રકાર કારે સોરેનસેનના પુસ્તક ‘ધ માઈન્ડ અોફ અ ટેર‌િરસ્ટ’માં થયો છે. લાદેનનું માનવું હતું કે એક વ્યક્તિની જિંદગીમાં ઘણી મહિલાઅો હોવી જોઈઅે, પરંતુ હેડલીઅે જાણ્યું હતું કે અારબ દેશોની તુલનાએ પાકિસ્તાનની મહિલાઅો બોજિલ
હોય છે.
અોસામા બિન લાદેનના પિતા મોહંમદ બિન લાદેનને ૨૨ પત્નીઅો હતી. તેના થકી તેમને ૫૪ બાળકો હતાં. અાતંકી અોસામા બિન લાદેન કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેણે અને તેના એક મિત્રઅે નક્કી કર્યું હતું કે અા બંને પણ ઘણી મહિલાઅો સાથે લગ્ન કરીને મોટો પરિવાર બનાવશે.
લાદેનને ખુદની છ પત્નીઅો હતી. તેને ૨૦ સંતાન હતાં. સોરેનસેને પોતાના નવા પુસ્તકમાં લખ્યું છે કે લાદેને બાદમાં એક વ્યક્તિના જીવનમાં એક કરતાં વધુ પત્ની હોવાથી થનારા ફાયદાની થિયરી વિકસાવી લીધી છે. લાદેનના જણાવ્યા મુજબ ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર મોહંમદ સાહેબે ખુદ ચાર પત્નીઅો રાખવાની વાતને શ્રેષ્ઠ ગણાવી હતી.
સોરેનસેનના જણાવ્યા મુજબ એક કરતાં વધુ પત્નીઅો રાખવાની લાદેનની થિયરીથી હેડલી ખૂબ જ પ્રભાવિત હતો. હેડલી ખુદ પણ ઘણી મહિલાઅોને પ્રેમ કરતો હતો.

You might also like