યુવા પેઢીમાં જોવા મળે છે માથા અને ગળાનું કેન્સર

ભારતમાં માથા અને ગળાનું કેન્સર ખાસ કરીને યુવાનોમાં જોવા મળતું હોવાથી દેશ સામે એ એક મોટી સમસ્યા છે. દેશમાં કેન્સરની વ્યાધિ ધરાવતા ૩૦થી ૪૦ ટકા પુરુષો અને ૧૧થી ૧૬ ટકા મહિલાઓને માથા અને ગળાનું કેન્સર હોય છે. મોઢાનું કેન્સર પંચાવન વર્ષથી વધારે ઉંમરની વ્યકિતઓને થતું હોવાનું નોંધવામાં આવ્યું છે.

માથા અને ગળાના કેન્સર વિશે લોકજાગૃતિની જરૂરિયાત દર્શાવતાં વેસ્ટ બેંગોલ હેડ એન્ડ નેક સોસાયટીના સિનિયર ટ્રસ્ટી અને સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડો.ગૌતમ મુખોપાધ્યાયે જણાવ્યું હતું કે દર વર્ષે બે લાખ કેન્સરના કેસ બને છે અને એમાંથી ૮૦,૦૦૦ મોઢાના કેન્સરના કેસ હોય છે. તમાકુ ચગળવાથી, નાગરવેલનું પાન ખાવાથી કે ધૂમ્રપાન કરવાથી મોઢા અને અન્નનળીનું કેન્સર થાય છે.

You might also like