શું તમને ખબર છે કયા ચોખાએ વિશ્વના લોકોની ભૂખ સંતોષી…

ભારત ડાંગરની સ્પેશિયલ પ્રજાતિ ગણાતી ‘આઇઆર8’ ની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આને જાદુઇ ચોખા કહેવામાં આવે છે, કારણ કે આ ચોખાએ વિશ્વના લાખો લોકોનો જીવ બચાવ્યો છે. આ ચોખાએ એશિયા અને ખાસ કરીને ભારતમાં ભુખ્યાં લોકો સામે એક વિકલ્પ બની તેમની જીંદગી બચાવી છે. 50ના દશકમાં ફૂડ કટોકટી દરમિયાન ઉચ્ચ ઉત્પાદનવાળા ચોખાની આ પ્રજાતિને વિકસિત કરવામાં આવી. એશિયામાં દુકાળ અને ભૂખમરાના સમય દરમિયાન ફિલીપાઇન્સમાં આંતરરાષ્ટ્રીય ચોખા અનુસંધાન સંસ્થાની સ્થાપના કરવામાં આવી. તેના એક સમૂહે ક્રોસ બિડીંગ દ્વારા ઉચ્ચ ઉત્પાદકતાવાળા આ ચોખાની શોધ કરી.

ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ દ્વારા ઘણી શોધ અને અભ્યાસ પછી દુનિયાની સામે પ્રથમ વાર આઇઆર8 ચોખાની પ્રજાતિ સામે આવી. આ ચોખાની પ્રજાતિ ખેડૂતોમાં ઘણી લોકપ્રિય છે, જેનું મુખ્ય કારણ છે કે તે માત્ર 130 દિવસમાં તૈયાર થઇ જાય છે. જ્યારે આ અગાઉની ડાંગર ચોખાની પ્રજાતિ 160 થી 170 દિવમાં તૈયાર થતી હતી. દુનિયામાં ખેડૂતો વચ્ચે પ્રસિદ્ધ આ ચોખાની જાત અલગ-અલગ નામથી જાણીતી છે. બર્મામાં મેંગ્યો, મલેશિયામાં પાદી રિયા, ઇન્ડોનેશિયામાં પેટા બારુ 8 અને મેક્સિકોમાં મિલાગરો ફિલીપિનોના નામે જાણીતી છે. આ ચોખાને પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, બ્રાઝીલ, અર્જેન્ટીના, શ્રીલંકા, તાઇવાન, કોરિયા અને અમેરિકા જેવા અલગ-અલગ દેશોમાં ઉપયોગમાં લેવાય છે. ભારતમાં ઘણા વિસ્તારોમાં આ ચોખાની ખેતી કરવામાં આવે છે.
http://sambhaavnews.com/

You might also like