જ્યારે આખો પરિવાર વિરોધ કરતો હતો ત્યારે આ દલાલ જ અખિલેશ સાથે ઉભો રહ્યો : અમરસિંહ

લખનઉ : સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા ગૃહયુદ્ધ માટે અખિલેશ યાદવની તરફથી વિલન બનાવાયેલ રાજ્યસભા સાંસદ અમરસિંહે પોતે નિર્દોષ જણાવ્યા છે. આ સાથે જ તેમણે રામગોપાલ યાદવ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, મને ધમકી આપવામાં આવી કે હું સુરક્ષીત નહી રહું. જો મને કાંઇ થાય છે તો રામગોપાલ જ જવાબદાર હશે. જો કે તેમણે કહ્યું કે જો મારી બલિથી સમસ્યાનું સમાધાન થાય છે તો મારી જ બલી ચડાવી દો.

હાલમાં જ સમાજવાદી પાર્ટીમાં પરત ફરવાવાળા અમરસિંહે અખિલેશ યાદવ દ્વારા દલાલ કહેવાવા અંગે પોતે દુખી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મે શું કહ્યું કે કર્યું છે. અખિલેશ મારા પર દોષ મઢી રહ્યા છે તે સાબિત કરે. હું હંમેશાથી મુલાયમની સાથે રહ્યો છું. મારા માટે પહેલા મુલાયમ છે અને પછી અખિલેશ.

અખિલેશની રથયાત્રામાં જવાના સવાલ પર અમરસિંહે કહ્યું કે, હું આમંત્રીત નથી. હું ત્યાં જઉ તો મારા કપડા ફાડી નાખવામાં આવે તો મને સારૂ નહી લાગે કે મારા ભત્રીજા પર આરોપો લાગે કે તે મને માર ખવડાવે છે. અમરસિંહે તે વાતનો પણ ઇન્કાર કર્યો કે તેઓએ રામગોપાલને નપુંસક કહ્યું.

અમરસિંહે કહ્યું કે જ્યારે પરિવારનાં તમામ લોકો અખિલેશનાં લગ્નની વિરુદ્ધ હતા ત્યારે હું એકલો હતો જેણે તેનો સાથ દીધો. તેના લગ્નની કોઇ તસ્વીર એવી નહી હોય જેમાં આ દલાલ નહી હોય. સમાજવાદી પાર્ટી હાલનો કલહ માટે મુખ્યમંત્રી અખિલેશ યાદવે અમરસિંહને જવાબદાર ઠેરવ્યા છે. 24 ઓક્ટોબરે લખનઉમું થયેલી મીટિંગમાં પણ અખિલેશ યાદવે અમરસિંહ પર ભડાશ કાઢી હતી અને તેને દલાલ ગણાવ્યા હતા.

You might also like