માત્ર પૈસા નિકાળવા માટે જ નહીં, બેલેન્સ ચેક કરવામાં પણ કપાશે રૂપિયા

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC એ 1 માર્ચથી બેંક ક્લિયરન્સ અને જમા થવાની ફ્રી ટ્રાન્ઝેક્શન અને પેડ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં ફેરફાર કરતાં બેંકમાંથી રોકડની લેણદેણને નિરુત્સાહી કરવાનો પ્રયત્ન કર્યો છે. જો કે બેંકે પોતાના સેવિંગ અકાઉન્ટના એટીએમ-ડેબિટ કાર્ડ ચાર્જમાં 1 માર્થી કોઇ ફેરફાર કર્યો નથી. બેંકના એટીએમ ડેબિટ કાર્ડ પર એ જ ચાર્જ લગાવાશે જે બેંક તમારી પાસેથી 1 ડિસેમ્બર 2014થી વસૂલ કરી રહી છે.

સેવિંગ અને સેલેરી બેંક અકાઉન્ટ

– એચડીએફસી બેંક અકાઉન્ટના એટીએમ અને ડેબિટ કાર્ડ પર બેંક તકફથી તમને મહીનામાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા ઉપલબ્ધ છે.

– એચડીએફસી બેંકના એટીએમ અને ડેબિટ કાર્ડથી કોઇ પણ મેટ્રો શહેરમાં તમે બીજી બેંકના એટીએમ પર મહીનામાં 3 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

– એચડીએફસી બેંકના એટીએમ અને ડેબિટ કાર્ડથી જે મેટ્રો શહેર ના હોય એમાં બીજી બેંકના એટીએમ પર મહીનામાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

– ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ થનારા પ્રત્યેક્ષ કેશ વિડ્રોવલ માટે બેંક તમારી પાસેથી 20 રૂપિયા લેશે. આ 20 રૂપિયાના ચાર્જ પર ટેક્સ અને સેસ પણ કાપવામાં આવશે.


– બેંક તમારા નોન ફાઇનેનશિયલ ટ્રાન્ઝેક્શન, જેમ કે પિન ચેન્જ, સૂચના અપડેટ, બેલેન્ચ ચેક વગેરે પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 8.50 રૂપિયા ચાર્જ કરશે. આ ચાર્જ પર પણ તમારે ટેક્સ અને સેસ ચૂકવવી પડશે.

– બેંક દ્વારા ફ્રી ટ્રાન્ઝેક્શન જરૂરી નથી માત્ર કેશ ટ્રાન્ઝેક્શન હોય. એ તમારા નોન ફાઇનેશિયલ ટ્રાન્ઝેક્શનને પણ સામાન્ય ટ્રાન્ઝેક્શન માનશે અને ફ્રી ટ્રાન્ઝેક્શન પૂરા થયા બાદ તમારી પર ચાર્જ લગાવવાનું શરૂ કરી દેશે.

– જો તમે એચડીએફસી કાર્ડથી જો કોઇ ઇન્ટરનેશનલ ATMથી ટ્રાન્ઝેક્શન કરો છો તો પ્રતિ બેલેન્સ ચેક માટે તમારી પાસેથી 25 રૂપિયા અને કેશ વિડ્રોઅલ માટે 125 રૂપિયા ચૂકવવા પડશે. આ બંને ચાર્જ પર તમારે ટેક્સ અને સેસ પણ આપવી પડશે.

You might also like