કેજરીવાલને નહી સોંપાય મોદીની ડિગ્રીની કોપી : હાઇકોર્ટનો સ્ટે

અમદાવાદ : વડાપ્રધાન મોદીની ડિગ્રી વિવાદ અંગે હવે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ગુજરાત યુનિવર્સિટીની અરજી અંગે સુનવણી કરતા દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલને ડિગ્રીની કોપી આપવાનાં આદેશ પર સ્ટે મુકી દીધો છે. હાઇકોર્ટે હાલ કોઇ પણ પણ વ્યક્તિને કોપી સોંપવાનો સ્પષ્ટ ઇન્કાર કરતા હાલ સમગ્ર વિવાદ પર સ્ટે મુકી દીધો છે.

કેજરીવાલની હતી ડિગ્રીની કોપીની માંગ
વાત જાણે એમ છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલેવડાપ્રધાન મોદીની એમએની ડિગ્રી પર સવાલ ઉઠાવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી પાસે ડિગ્રીની કોપીની માંગણી કરી હતી. જેને ગુજરાત યુનિવર્સિટીએ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ કેજરીવાલે કેન્દ્રીય માહિતી પંચ પાસે માંગણી કરી હતી. પંચે ગુજરાત યુનિવર્સિટીને ડિગ્રીને કોપી આપવા માટેનો આદેશ આપ્યો હતો.

CICનાં આદેશ પર સુપ્રીમનો સ્ટે
CICનાં ડિગ્રીની કોપી આપવાનાં આદેશ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સટી હાઇકોર્ટમાં પહોંચી હતી. હવે કોર્ટે આ મુદ્દે સુનવણી કરતા CICનાં આદેશ પર સ્ટે લગાવી દીધો હતો. ગુજરાત યુનિવર્સિટીને કોઇ પણ વ્યક્તિ કે સંસ્થાને કોપી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

વડાપ્રધાન મોદીની ડિગ્રી પર સવાલ
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ વડાપ્રધાન મોદીની બીએ અને એમએની ડિગ્રી મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. ત્યાર બાદ ભાજપનાં અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએ અને ગુજરાત યુનિવર્સિટીમાંથી એમએની ડિગ્રી પ્રાપ્ત કરી છે. જો કે કેજરીવાલે આ મુદ્દે ગુજરાત યુનિવર્સિટી પાસે ડિગ્રીની કોપી માંગી હતી.

You might also like