કેજરીવાલને વધુ એક ઝટકો, 21 સંસદીય સચિવોની નિમણૂંક રદ્દ

નવી દિલ્હીઃ દિલ્હીની કેજરીવાલ સરાકારને 21 સાંસદીય સચિવો બનાવવા મામલે મોટો ફટકો પડ્યો છે. ગુરૂવારે દિલ્હી હાઇકોર્ટ દિલ્હી સરકાર દ્વારા 21 સંસદીય સચિવોની નિમૂણુંકને રદ્દ કરી દીધી છે. ઉલ્લખનિય છે કે દિલ્હી સરકાર 13 માર્ચ 2015 પોતાના આદેશ દ્વારા પાર્ટીમાં 21 સાંસદોને સંસદિય સચિવ બનાવ્યા હતા. જેને કોર્ટમાં પડકારવામાં આવી હતી.

દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 21 સંસદીય સચિવોની નિમણુક ઉપરાજ્યપાલની મંજૂરી વગર કરવામાં આવી હતી. જેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે દિલ્હી કેન્દ્ર સાશિત પ્રદેશ છે.  કોર્ટે કહ્યું આર્ટિકલ 239AA અંતર્ગત આ રીતની નિમણુક કરતી વખતે ઉપરાજ્યપાલની મંજૂરી લેવી જરૂરી છે.

હાઇકોર્ટે જણાવ્યું છે કે ગત મહિને અમે ઉપરાજ્યપાલ અને દિલ્હી સરકારને અધિકારીઓ માટે અમારો નિર્ણય જણાવી દીધો હતો. તેના આધારે આ નિમણૂક અયોગ્ય છે. કોર્ટે આ મામલે કેજરીવાલ સરકારને માર્ચ 2015માં નોટિફિકેશન રદ્દ કર્યું હતું. જેમાં 21 સંસદિય સચિવોની નિમણૂક કરવામાં આવી હતી.

હાઇકોર્ટે આ મામલે એમ પણ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર ઉપરાજ્યપાલના માધ્યમથી તે નક્કી કરી શકે છે કે આ મામલે શું કામગીરી કરી શકાય. જો ઉપરાજ્યપાલ ઇચ્છે તો 21 સંસદિય સચિવોની નિમણૂક પર ખર્ચ કરવામાં આવેલા પૈસાની રિકવરી સરકાર પાસેથી કરી શકે છે. સાથે જ તેમની મંજૂરી ન લેવા મામલે પણ કાર્યવાહી થઇ શકે છે. કોર્ટે આ તમામ અધિકારો રાજ્યપાલને આપ્યા છે.

 

 

You might also like