‘ગોધરા કાંડ’ના આરોપીઓને ફાંસી અપાશે કે નહીં તેનો નિર્ણય આજે હાઈકોર્ટ કરશે

ગોધરા કાંડના આરોપીઓની ફાંસીની સજા યથાવત્ રાખવી કે પછી ટાળવી એ મુદ્દે મહત્વનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ આજે આપશે. 27 ફેબ્રુઆરી 2002ના દિવસે સાબરમતી ટ્રેનના એસ-6 કોચને સળગાવવાના મામલે ટ્રાયલ કોર્ટે 11 દોષિતોને ફાંસી અને 20 દોષિતોને આજીવન કેદની સજા આપી હતી. ટ્રાયલ કોર્ટના ચુકાદાને દોષિતોએ ન્યાય નથી મળ્યો તેમ કહીને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જે મામલે સોમવારે હાઈકોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. જો કે ટ્રાયલ કોર્ટે આ મામલે 31 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા, જેના સામે સરકારે અરજી કરી હતી. ટ્રાયલ કોર્ટે 2011માં ચુકાદો આપ્યો હતો.

27 ફેબ્રુઆરી 2002ના એ દિવસને ગુજરાતની જનતા કયારેય ભૂલી શકે તેમ નથી, કારણ કે આ દિવસે ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એકસપ્રેસ ટ્રેનના એસ-6 કોચને સળગાવામાં આવ્યો હતો. જેમાં 58 નિર્દોષ કાર સેવકોના સળગી જવાથી મોત થયા હતા. જેમાં 23 પુરૂષ, 15 મહિલા અને 20 બાળકો સામેલ હતા. આ ઘટના બાદ વર્ષ 2002માં ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં પણ 1હજારથી વધુ લોકોના મોત થયા હતા.

આ છે 11 દોષિતો, જેમને ફાંસીની સજા અપાઈ છેઃ
1) બિલાલ ઈસ્માઈલ ઉર્ફે હાજી બિલાલ
2) અબ્દુલ રઝાક કુરકુર
3) રમઝાની બિન યામીન બેહરા
4) હસન અહેમદ ચરખા
5) જાબીર બીનયામીન બહેરા
6) મહેબૂબ ચંદા
7) સલીમ યુસૂફ જર્દા
8) સિરાઝ મહમ્મદ મેડા
9) ઈરફાન કલંદર
10) ઈરફાન પાતળિયા
11) મહેબૂબ હસન લતિકો

આ છે 20 દોષિતો, જેમને આજીવન કેદની સજા અપાઈ છેઃ
1) સુલેમાન અહેમદ હુસેન
2) અબ્દુલ રહેમાન ધંતીયા
3) કાસીમ અબ્દુલ સાર બિરયાની
4) શૌકત મૌલવી ઈસ્માઈલ બદામ
5) અનવર મહમ્મદ મેહડા ઉર્ફે લાલુ
6) સિદ્દીક માટુંગા
7) મહેબૂબ યાકૂબ મીઠા ઉર્ફ પોપા
8) શોહેબ યુસૂફ અહેમદ કલંદર
9) અબ્દુલ સાર પાતળિયા
10) સિદ્દીક મહમ્મદ મોરા
11) અબ્દુલ સાર ઈબ્રાહિમ અસલા
12) અબ્દુલ રઉફ ઉર્ફે ધેસાલી
13) યુનુસ અબ્દુલ હક ઉર્ફે ઘડિયાળી
14) ઈબ્રાહિમ અબ્દુલ રઝાક સમોલ ઉર્ફે ભાણો
15) બિલાલ અબ્દુલા બદામ
16) હાજી ભૂરિયો ઉર્ફે ફારૂક
17) અયૂબ અબ્દુલ ગની ઈસ્માઈલ પાતળિયા
18) ઈરફાન સિરાઝ પાડો ગાંચી
19) મહમ્મદ હનીફ મૌલવી ઈસ્માઈલ બદામ
20) શૌકત યુસૂફ મોહન

You might also like