ભક્તિ વધારવા ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરોઃ મદ્રાસ હાઈકોર્ટ

મદુરાઈ: મદ્રાસ હાઈકોર્ટે તામિલનાડુ સરકાર અને હિંદુ ધાર્મિક અને ચેરિટી વિભાગને નવા અાદેશ અાપ્યા છે કે અાધ્યાત્મિક માહોલને વધારવા માટે મંદિરોમાં પૂજા અર્ચના માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં અાવે. તિચિરાપલ્લી જિલ્લા સ્થિત શ્રી સેલબાગાવિનાયાગાર મંદિરમાં નૃત્ય અને સંગીત માટે પોલીસ સુરક્ષા અને મંજુરીની માગને લઈને દાખલ કરાયેલી એક અરજીનો ચુકાદો અાપતાં ન્યાયાધીશ અેસ વૈદ્યનાથને કહ્યું કે અાપણે સાર્વજનિક પૂજા માટે અેવા ડ્રેસ પહેરવા જોઈઅે જે ખાસ કરીને ઉચિત હોય છે.

ઇસ્લામ ધર્મના લોકો મસ્જિદોમાં પ્રવેશતી વખતે પોતાના ડ્રેસ કોડનું ખૂબ જ ધ્યાન રાખે છે. તેથી તામિલનાડુમાં મંદિરોમાં પૂજા અર્ચના માટે અાવનારા શ્રદ્ધાળુઅો માટે પણ નિર્ધારિત ડ્રેસ કોડ જરૂરી બની જાય છે. જેથી ભક્તોમાં અાધ્યાત્મિક માહોલ બની શકે.

ન્યાયાધીશે કહ્યું કે વિભાગને ડ્રેસ કોડ લાગુ કરવા પર વિચાર કરવો જોઈઅે. પુરુષો માટે ઉપરનાં કપડાંની સાથે ધોતિયું કે પાયજામો અને અૌપચારિક પેેંટ તેમજ શર્ટ તેમજ મહિલાઅો માટે સાડી અથવા ચુડીદાર તેમજ બાળકો માટે અાખું શરીર ઢાંકે તેવા કપડાં ફરજિયાત બનાવવાં જોઈઅે.

You might also like