મહાન વૈજ્ઞાનિકની ચેતાવણી, 100 વર્ષમાં ધરતી છોડી દે મનુષ્ય

નવી દિલ્હીઃ દુનિયાના મહાન ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોર્કિંગે સમગ્ર માનવજાતીને ચેતવણી આપી છે કે પોતાની જાતને બચાવવા માટે મનુષ્યએ 100 વર્ષની અંદર પૃથ્વી છોડીને અન્ય કોઇ ગ્રહ પર ચાલ્યા જવું જોઇએ. તેમણે જણાવ્યું છે કે જળવાયુ પરિવર્તન, વધતી જનસંખ્યા અને ઉલ્કા પિંડોની ટક્કરથી બચવા માટે મનુષ્યએ અન્ય ગ્રહ પર ચાલ્યા જવું જોઇએ.

બીબીસીની ડોક્યુમેન્ટ્રી ઇક્રેડિશન ન્યૂ અર્થમાં સ્ટીફન હોર્કિંગ અને તેના સ્ટૂડન્ટ ક્રિસ્ટોફ ગલફર્ડ બહારની દુનિયામાં માનવ જાતીની જીવનને શોધી રહ્યાં હોવાનું જણાવ્યું છે. આ ડોક્યુમેન્ટ્રીમાં હોકિંગે દાવો કર્યો છે કે માનવજાતિ જો અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો અન્ય ગ્રહ પર જીવનની શોધ કરવી પડશે. ધ ટેલીગ્રામ પ્રમાણે આ શોનો ઉદ્દેશ્ય બ્રિટેનના સૌથી ઉમદા આવિષ્કારને શોધવાનો હતો. તેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે આવિષ્કારે તેમના જીવનમાં સૌથી વધારે શું પ્રભાવિત કર્યું છે.

ગત મહિને પણ હોકિંગે ચેતવણી આપી હતી કે તકનીકી વિકાસ સાથે મળીને મનુષ્યની આક્રમકતા વધારે ખતરનાખ બની ગઇ છે. આ પ્રવૃત્તિ પરમાણુ કે જૈવિક યુદ્ધ દ્વારા આપણા બધાનો વિનાશ કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે એક વૈશ્વિક સરકાર જ આપણને આ બધામાંથી બચાવી શકે છે. મનુષ્ય એક પ્રજાતિ તરીકે જીવવાની ક્ષમતા પણ ખોઇ શકે છે. સ્ટીફન હોકિંગ 75 વર્ષના છે અને મોટર ન્યૂરોનની બિમારીથી પીડિત છે. તેઓ બોલી નથી શકતા અને શારીરિક રીતે અક્ષમ છે. જો કે ઇન્ટેલ દ્વારા બનાવવામં આવેલા એક ખાસ મશીનથી તે પોતાની વાત લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

http://sambhaavnews.com/

You might also like